- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : અમેરિકાની જેમ ભારતમાં પણ ક્રેડિટ કાર્ડનુ ચલણ બહુ જ ઝડપથી વધી રહ્યુ છે, જેના પરિણામે દેખીતી રીતે ભારતીયોના માથે દેવાના ડુંગર ખડકાઇ રહ્યા છે. ક્રેડિટ કાર્ડની બાકી રકમ અથવા ક્રેડિટનો સમય સમાપ્ત થયા બાદ બેન્કોના બાકી લેણાંની રકમ મે મહિનાના અંતે વાર્ષિક તુલનાએ 20 ટકા વધીને રૂ. 1.54 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચી ગઇ છે.
ગત વર્ષે મે મહિનાના અંતે ક્રેડિટ કાર્ડધારકો પર રૂ. 1.28 લાખ કરોડનું દેવુ હતુ. જો કે તાજેતરમાં બેન્કો દ્વારા લોનના વ્યાજદર વધારવામાં આવતા ક્રેડિટ કાર્ડ ખર્ચ પર તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે. મે મહિનામાં બેન્કોએ 17 લાખ નવા કાર્ડ ઇશ્યૂ કર્યા છે જે છેલ્લા 27 મહિનામાં સૌથી મોટો આંકડો છે.
ભારતીયોએ મે મહિનામાં ક્રેડિટ કાર્ડથી રૂ. 1.14 લાખ કરોડનો ખર્ચ કર્યો છે જે વાર્ષિક તુલનાએ 118 ટકા અને માસિક સરખામણીએ 8 ટકા વધારે છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ મે મહિનામાં ભારતીયો ક્રેડિટ કાર્ડધારકોએ ઓનલાઇન ખરીદી માટે લગભગ રૂ. 71,429 કરોડ અને પોઇન્ટ- ઓફ સેલ મશીનો પર સ્વાઇપ મારફતે રૂ. 42,266 કરોડનો ખર્ચ કર્યો છે. વોલ્યૂમની દ્રષ્ટિએ ક્રેડિટ કાર્ડ થકી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની સંખ્યા નજીવી ઘટીને 11.5 કરોડ અને ઓફલાઇન પીઓએસ મશીન પર 12.2 કરોડ રહી છે.
એપ્રિલમાં ઓનલાઇન ખરીદી માટે ક્રેડિટ કાર્ડથી રૂ. 65652 કરોડ અને પીએઓસ મશીન પર રૂ. 39806 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.