- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી, તા.14
રિઝર્વ બેન્ક દ્વારા આક્રમક વ્યાજ વૃદ્ધિના વલણ વચ્ચે પણ રાજ્યો દ્વારા નાણાં ઉધાર લેવાનો ખર્ચ સતત ચોખા સપ્તાહે ઘટી ગયો છે. મંગળવારે રાજ્યોનો બોરોઇંગ કોસ્ટ 0.6 ટકા ઘટીને 7.46 ટકા થયો હતો.
દસ રાજ્યોએ તાજેતરના સ્ટેટ ડેવલપમેન્ટ લોનની હરાજીમાં રૂ. 10,500 કરોડ ઉભા કર્યા હતા, જે ચાલુ બોરોઇંગ કેલેન્ડરમાં નિર્ધારિત રકમ કરતા 1.1 ટકા વધારે છે અને આવું છેલ્લા બે વર્ષમાં પહેલીવાર બન્યુ છે. કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકાર તરફથી વધારે ભંડોળ અને વળતર મળી રહ્યુ હોવાથી રાજ્યો બજારમાંથી ઓછા પ્રમાણમાં નાણાં ઉધાર લઇ રહ્યા છે.
પાછલા જ સપ્તાહે કેન્દ્ર તરફથી રાજ્યોને ટેક્સ ડીવોલ્યૂશનના રૂપમાં જુલાઇ માટે રૂ. 58,300 કરોડ ચૂકવાયા હતા અને જૂન ક્વાર્ટરમાં રૂ. 47,600 કરોડની ચૂકવણી કરાઇ હતી. ઉપરાંત તે મહિને જ 10 રાજ્યોને મૂડીખર્ચ માટે રૂ. 31,500 કરોડની ખાસ સહાયની પણ મંજૂર કરાઇ હતી.
વેઇટેજ એવરેજ કટ-ઓફ પાછલા સપ્તાહની તુલનાએ 0.6 ટકા ઘટીને 7.46 ટકા થયો છે, જ્યારે વેઇટેડ એવરેજ મુદ્દ 13 વર્ષથી વધીને 14 વર્ષની થઇ ગઇ છે.
હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને સિક્કિમ, જેમણે હરાજીમાં તેમની ભાગીદારીના સંકેત આપ્યા ન હતા, તેમણે રૂ. 5,800 કરોડ ઉભા કર્યા હતા, જ્યારે ગોવાએ નક્કી કરાયેલી રકમ કરતાં વધારે રૂ. 800 કરોડ ઉછીના લીધા હતા. તેનાથી વિપરીત, હરિયાણા, કેરળ, મેઘાલય, તમિલનાડુ અને બંગાળે હરાજીમાં ભાગ લીધો ન હતો, તેમ છતાં તેઓએ સંયુક્ત ધોરણે કુલ રૂ. 5,200 કરોડ બજારમાંથી ઉછીના લીધા છે.