- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ દર મહિનાની જેમ માર્ચ 2021માં પણ બેંકોના કેટલીક રજાઓ રહેશે. માર્ચ મહિનામાં કુલ 5 દિવસ બેંકોનું કામ કાજ બંધ રહેશે એટલે કે વીક ઓફ અને બીજો ચોથા શનિવારને બાદ કરતા આ મહિનામાં 5 દિવસ બેંકોમાં રજા રહેશે. જો શનિવાર અને રવિવારની રજાઓની ગણતરી કરીયે તો માર્ચ મહિનામાં બેન્કો કૂલ 11 દિવસ સુધી બંધ રહેશે.
RBI પોતાની રજાઓને ત્રણ બ્રાઈકેટ્સની અંતર્ગત રાખે છે. નિગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ હોલિડે, નિગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે હેઠળ રજા અને બેંક ક્લોઝિંગ એકાઉન્ટ્સ હેઠળ રજા હોય છે.
જોકે બેંક હોલીડે દરેક રાજ્યોમાં અલગ-અલગ હોય છે અને સાથે જ દરેક બેંકિંગ કંપનિઓની પણ રજાઓમાં અંતર હોય છે. બેંક હોલિડે રાજ્યમાં મનાવવામાં આવતા તહેવારો કે તે રાજ્યોમાં વિશિષ્ટ તકોની નોટિફિકેશન પર નિર્ભર કરે છે.
માર્ચ 2021માં બેંક હોલિડેની યાદી
05 માર્ચ |
મિઝોરમમાં ચોપર કુટની ઉજવણી |
11 માર્ચ |
મહાશિવરાત્રી |
22 માર્ચ |
બિહાર દિવસ |
29 માર્ચ |
હોળી અને ધુળેટી/યોસંગ રજા |
30 માર્ચ |
હોળી |
આ સિવાય 15 અને 16 માર્ચે પણ બેંક બંધ રહી શકે છે કારણ કે બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારી યૂનિયનોએ હડતાળનું એલાન કર્યું છે.