- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી- ગ્રામીણ ભારતની વસ્તીના ૫૯ ટકા લોકો સુધી લોન યોજનાનો લાભ પહોંચી શક્યો નથી. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, પાંચમાંથી એક ખેડૂત માટે આબોહવા પરિવર્તન સૌથી મોટો પડકાર ઊભો કરી શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૪૮ ટકા ખેડૂતોની નવી પેઢી ખેતીને જાળવી રાખવાના પક્ષમાં નથી.
ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિતના ૧૯ રાજ્યોમાં ૧૮,૦૦૦ ગ્રામીણએ આ સર્વેમાં ભાગ લીધો હતો. તેમાંથી ૪૩.૬ ખેડૂતો જણાવ્યું કે, તેમના પાકનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થતું નથી.
યોજના વિશે જાણકારી ન હોવાને કારણે તેનો લાભ પ્રાપ્ત થયો નથી
આગામી અઠવાડિયે રજૂ કરાયેલા કેન્દ્રીય અંદાજપત્ર પહેલાં રજૂ કરાયેલા સર્વેના તારણો અનુસાર, ૫૯ ટકા ખેડૂતો ઘણીવાર માહિતીના અભાવને કારણે પણ આ યોજનાનો લાભ લેવામાં અસમર્થ રહ્યાં છે.
વધુમાં આ સર્વેમાં, ગ્રામીણ વિસ્તારોમાં પાણાની તંગી અને કાયદા વ્યવસ્થા જેવી બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. સર્વેમાં માત્ર ૨૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ રૂ.૫૦,૦૦૦ સુધીની લોન પ્રાપ્ત કરી છે, જ્યારે ૧૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓએ રૂપિયા પાંચ લાખ સુધીની લોન મેળવી છે.