- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

26 એપ્રિલ, 2022 મંગળવાર
અમદાવાદ : નાણાંકીય વર્ષ 2022-23ની શરૂઆત સરકાર માટે શાનદાર રહેવાની ધારણા છે. જીએસટીનું ટેક્સ કલેક્શન એપ્રિલ, 2022માં નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે રહેવાની ધારણા સેવાઈ રહી છે. મંગળવારના એક અહેવાલ અનુસાર સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલ મહિનામાં 1.50 લાખ કરોડને પાર કરી શકે છે.
સતત બીજા મહિને દેશમાં જીએસટી કર વસૂલી નવા શિખર સર કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે. માર્ચમાં ઈશ્યુ થયેલ રેકોર્ડ ઈ-વે બિલને આધારે જોઈએ તો એપ્રિલ મહિનામાં પણ જીએસટી કલેક્શન ફરી નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ડેટા અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST (GST) હેઠળ 7.18 કરોડથી વધુ ઈ-વે બિલ જનરેટ થયા છે. માર્ચમાં ફેબ્રુઆરીની સરખામણીમાં 13 ટકા વધુ ઈ-વે બિલ જનરેટ થયા હતા. ઈ-વે બિલ એટલે સરકાર માટે કમાણી. ઈ-વે બિલ ઈશ્યુઅન્સમાં વધારાનો અર્થ છે કે સરકારને વધુ GST આવક મળશે.
માર્ચ, 2022માં 7.816 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે 1 એપ્રિલ 2018ના રોજ શરૂ ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી ત્યારથી સૌથી ઉંચો માસિક ડેટા છે. ઈ-વે બિલ જનરેશનમાં વધારો કંપનીઓ દ્વારા વર્ષની પૂર્ણાહુતિ પહેલા માંગ અને શિપમેન્ટમાં વધારો દર્શાવે છે.
GST કલેક્શન માર્ચમાં (ફેબ્રુઆરી ટ્રાન્ઝેક્શન્સ) રૂ. 1.42 ટ્રિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં ઇ-વે બિલ જનરેશન 0.5% વધીને 6.915 કરોડ થયું હતું, જ્યારે માર્ચ GST કલેક્શન (ફેબ્રુઆરી ટ્રાન્ઝેકશન) માસિક દ્રષ્ટિએ 6.8% વધીને 1.42 ટ્રિલિયન થયું હતું.