- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ભારતમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે દેશના મોટાભાગના લોકો માટે વધતી મોંઘવારીને કારણે તહેવારોની સીઝનમાં અમુક વધારાના ખર્ચ કરવા મુશ્કેલ લાગી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ, ખાદ્ય તેલ સાથે જ ડુંગળી, ટમેટા અને બટેટા સહિત લીલા શાકભાજીની મોંઘવારીએ પણ માઝા મુકી છે.
આવી સ્થિતિમાં સામાન્ય લોકોએ ખિસ્સા પર નિયંત્રણ રાખવું પડે છે. કોરોનાવાયરસ સંકટના યુગમાં મોટાભાગના લોકોની આવક ઘટી છે, જ્યારે વધતા ખર્ચને કારણે તેઓ તહેવારનો ઉત્સવ ગુમાવે તેવી સંભાવના છે.
વધતી જતી મોંઘવારી અને ઘટતી આવક પછી લોકોની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જેઓ અગાઉ દિવાળીના પ્રસંગે ડ્રાય ફ્રુટ્સના 5 બોક્સ સુધી ખરીદી કરતા હતા તેઓ હવે એક બોક્સ ખરીદવાનું વિચારી રહ્યા છે. તેનું કારણ ડ્રાય ફ્રુટ્સના વધતા ભાવ અને લોકોની ઘટતી આવક છે. આ સાથે, ઘણા લોકોએ હવે માંસ અને માછલી જેવી વસ્તુઓ પરનો ખર્ચ ઘટાડ્યો છે.
હવે લોકોએ ખર્ચ પર કાપ મુક્યો છે ત્યાં સુધી કે રસોઈમાં પણ મોંઘી વસ્તુ લાવીને નથી ખાતા. આ દેશના કોઈ એક ઘરની વાત નથી, લાખો લોકો આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. દિવાળી એ ભારતમાં હિન્દુઓનો મુખ્ય તહેવાર છે અને આ પહેલા લોકો તેમનું બજેટ ઘટાડવામાં વ્યસ્ત છે. કન્ઝ્યુમર ગુડ્સ શોપિંગની દ્રષ્ટિએ દિવાળીને દેશમાં સૌથી ખાસ પ્રસંગ માનવામાં આવે છે, પરંતુ આ વખતે કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટમાં કઈ ખાસ રોનક નથી.
ઘણા લોકો આ તહેવારોની સિઝનમાં ટીવી અને જ્વેલરી જેવી મોટી ખરીદીને મુલતવી રહ્યા છે. મુંબઈ સ્થિત કન્સલ્ટન્સી ફર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતની અર્થવ્યવસ્થા હવે કોરોના સંકટનાં ખરાબ તબક્કામાંથી ધીમે ધીમે રિકવરીના મૂડમાં છે, પરંતુ લોકોની ઘટતી આવકને કારણે આ રિકવરીને અસર થવાની સંભાવના છે.
એક વર્ષ પહેલાની તુલનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 35 ટકા સુધી વધી છે. આ રીતે કુકિંગ ગેસના ભાવમાં 50 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, આ કારણે દેશના ત્રણ ચતુર્થાંશ લોકો પર અસર પડવાની આશંકા છે. નાના વેપારીઓનું કહેવું છે કે, પેટ્રોલ અને કુકિંગ ગેસના વધતા ભાવને કારણે તેની કમાણી કોરોનાવાયરસની તુલનામાં હવે 30 ટકા સુધી ઓછી છે, જેને કારણે ઘર ચલાવવું મુશ્કેલી થઈ રહી છે.