- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નાણા મંત્રીએ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં એલઆઈસી અને ન્યૂ ઈન્ડિયા એન્શ્યોરન્સ કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખ પણ જેમ-તેમ નહિં, સૌના મોઢે ચઢી જાય એવો હતો. હકીકતમાં, એલઆઈસીમાં સરકાર આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે અને ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. સરકારને ખાનગીકરણ દ્વારા 2021-22માં રૂ. 1,75,000 કરોડ એકત્ર કરવાની આશા છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર 2021-22 સુધીમાં બે પીએસયુ બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. એવી અટકળો હતી કે કઈ વીમા કંપનીનું ખાનગીકરણ થઈ શકે. હવે બહાર આવ્યું છે કે સરકાર ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય તેમણે આ બજેટમાં એલઆઈસીનો આઈપીઓ લાવવા જણાવ્યું હતું. ગયા બજેટમાં પણ એલઆઈસીના ખાનગીકરણની વાત કરવામાં આવી હતી.
એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કેમ કરવામાં આવી રહ્યું છે? શું સરકાર તેને ચલાવવામાં અસમર્થ છે? શું આ કંપની ખોટ આપી રહી છે? અથવા આના માટે બીજું કોઈ કારણ છે? આંકડા જોઈને જાણી શકાય છે કે કંપનીનું પ્રદર્શન સારું છે. માર્ચ 2020માં કંપનીનું વૈશ્વિક ટર્નઓવર 29,715 કરોડ રૂપિયા હતું. કદાચ કંપની સારા પ્રદર્શનના આધારે સારી કિંમત ઈચ્છે છે અથવા બીજું કોઈ કારણ હોઈ શકે છે. ઠીક છે, આગામી દિવસોમાં સરકાર પણ આ કારણને સ્પષ્ટ કરશે.
આપને જણાવી દઈએ કે, ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની સ્થાપના 1919માં સર દોરબજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. AM બેસ્ટ કંપની તરફથી તેને બી++ સ્ટેબલ એફએસઆર રેટિંગ અને બીબીબી + સ્ટેબલ આઈસીઆર આઉટલુક રેટ આપવામાં આવ્યા છે. કંપનીને વર્ષ 2014થી ક્રિસિલ દ્વારા એએએ / સ્ટેબલ દરજ્જો આપવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કંપની પાસે તેની પોલિસીધારકની જવાબદારીઓને માન આપવા માટે સૌથી વધુ આર્થિક શક્તિ છે.