- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવિ દિલ્લી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (RIL)હવે ટિફની અને કંપની બ્રન્ડ ભારતમાં લાવવાનુ વિચારી રહી છે. RILના એકમ રિલાયંન્સ બ્રાન્ડ અને ટિફની (Tiffany)ના સંયુક્ત ઉપક્રમે અમેરિકી લગ્ઝરી સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી છે.ટિફનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે નાણાકિય વર્ષ 2019-20ના બીજા ક્વાટરમાં તેઓ દિલ્લીમાં પહેલો લગ્ઝરી સ્ટોર્સ ખોલવા ખોલવા માગે છે.જ્યારે મુંબઇમાં તેઓ આવતા વર્ષના બીજા ક્વાટરથી એન્ટ્રી કરશે.
ટિફનીના કાર્યકાળી અધ્યક્ષ ફિલીય ગલટીએ કહ્યુ કે એક એક લગ્ઝરી જ્વેલરી બ્રાન્ડ કે જેના દુનીયાના દરેક મોટા શહેરમાં બ્રાન્ડ છે,તે હવે ભારતના વાણિજ્યીક કેન્દ્રોમાં ભારતીય ગ્રાહકોને લગ્ઝરી જ્વેલરી ખરીદવાના અવસર રૂપે ભારતમાં સ્ટોર્સ ખોલશે.
રીલાયન્સ બ્રાન્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકાળી અધિકારી દર્શન મહેતાએ કહ્યુ કે ટિફનીને ભારતમાં કોઇ પરીચવયની જરૂર નથી,ટીફની જ્વેલરી બ્રાન્ડ પોતેજ એટલી ફેમસ છે.અને ટિફનીના પ્રસિધ્ધ જ્વેલરી અને કલેક્શનને ભારતમાં લાવવાના ઇચ્છુક છીએ.તમને જણાવી દઇએ કે રિલાઇન્સ બ્રાન્ડે પ્રતિષ્ઠિત બ્રિટશ ટોય રિટેલર હેમલેઝનું પણ જુલાઇમાં સંપાદન કર્યુ હતું.આ સોદો 6.8 કરોડ પાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.