- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
share-market-news-india
|
January 17, 2022, 10:55 PM

www.vyaapaarsamachar.com
મુંબઇ : આઇટી કંપની ટેક મહિન્દ્રા હવે વીમા કારોબારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. ટેક મહિન્દ્રાએ યુરોપની Com Tec Co IT (સીટીસી) કંપનીનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો હસ્તગત કરવાની ઘોષણા કરી છે. આ હિસ્સો ખરીદવા માટે ટેક મહિન્દ્રા 31 કરોડ પાઉન્ડ લગભગ રૂ. 2628 કરોડની ચૂકવણી કરશે.
સીટીસી કંપની એ એક આઇટી સોલ્યુશન અને સર્વિસ પ્રોવાઇડર છે જે લાતવિયા અને બેલારૂસમાં ડેવલપમેન્ટ સેન્ટરની સાથે ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપે છે.
ટેક મહિન્દ્રા પણ સીટીસીના રૂપમાં એક જ સ્થાપક સમૂહના ફંડિંગથી સમર્થિત બે ઇન્સ્યોરન્સ ટેક વેન્ચર SWFT ટેકનોલોજી લિમિટેડ અને સુરેન્સ લિમિટેડમાં 25 ટકા હિસ્સો મેળવવા માટે 2 કરોડ પાઉન્ડનું સંયુક્ત રોકાણ કરશે.
Web Title: Tech Mahindra taps into Insurance Sector with acquisition of Com Tec Co IT for Rs 2,626 crore
Latest