- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : ખર્ચમાં વધારો થયાને કારણે જૂન કવાર્ટરમાં ટાટા સ્ટીલનો નફો ૬૪.પ ટકા ઘટીને રૂ.૬૮૩.૧૩ કરોડ થયો છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં કંપનીએ રૂ.૧૯રર કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો. વિશ્લષ્કોએ રૂ.૧૪ર૪ કરોડના ચોખ્ખા નફાની ધારણા કરી હતી. આ ગાળામાં કંપનીની કુલ આવક ઘટીને રૂ.૩પ,૯૪૭.૧૧ કરોડ થઈ છે જ્યારે અગાઉના વર્ષના જૂન કવાર્ટરમાં ટાટા સ્ટીલએ રૂ.૩પ,૮૪૬.૯ર કરોડની આવક કરી હતી.
આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અને આર્થિક અનિશ્ચિતતાને સ્ટીલની કિંમતમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ ડ્રિસ્ટ્રિબ્યુશન અને કોકિંગ કોલના ખર્ચમાં વધારો થતા આર્યન ઓરની કિંમતમાં તીવ્ર વૃદ્ધિ થઈ હતી જેના કારણે કંપનીના માર્જિનમાં ઘટાડો થયો છે. તેના પરિણામે હાલ મોટાભાગના માર્કેટમાં સ્ટીલના ભાવ પ્રતિ ટન ૮૦થી ૧૦૦ ટનની આસપાસ ક્વોટ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધોરણે લિક્વિડિટીની સમસ્યા અને આર્થિક મંદીને કારણે સ્ટીલના ભાવ ઉપર અસર થઈ છે.