- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઇઃ સેબી ખોટી રીતે કે ભ્રામક રીતે રોકાણ સંબંધિત ટિપ્સ કે સલાહ આપતી એજન્સીઓ – કંપનીઓ વિરુદ્ધ કડક અપનાવી રહી છે. આ વકતે ભારતીય બજાર નિયામક સેબીએ રોકાણકારોને ખોટી રીતે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સેવા આપવા બદલ Tips4Market (ટિપ્સ4 માર્કેટ)ને મૂડીબજારમાં પ્રતિબંધિત કરી દીધી છે.
બજાર નિયામકે Tips4Marketના માલિક મહેશ વાધજીભાઇ રામાણીને પણ પ્રતિબંધિત કરી દીધા છે. સેબીએ આગામી નવા આદેશ સુધી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્વિસ આપવા તેમના પર મનાઇ ફરમાવી દીધી છે. સેબીએ આ મામલે એક પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસમાં બજાર નિયામકને જાણવા મળ્યુ કે, Tips4Market નિયમોનુસાર રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના નામે લોકોને શેરબજારમાં રોકાણ કરવા માટે ઉકસાવી કરી રહી હતી.
બજાર નિયામક સેબીને પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યુ કે, કંપનીએ આ સેવાઓ મારફતે રોકાણકારો પાસેથી 96.6 લાખ કરોડ એક્ત્ર કર્યા છે. સેબીએ પાછલા સપ્તાહે એક પ્રાથમિક આદેશમાં કહ્યુ કે, કંપનીએ આવા પ્રકારની ગતિવિધિઓમાં શામેલ થઇને એડવાઇઝર રેગ્યુલેશનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. જેના આધારે જ સેબીએ કંપની વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.