- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન નાદાર થયેલી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝને ખરીદવા માટેના સૌથી મોટા દાવેદાર છે. રિલાયન્સ એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇસ (એસીઆરઇ)ની સાથે ભાગીદારીમાં રૂ. 2863 કરોડના રિઝોલ્યુશન પ્લાનની ઓફર કરી છે જેમાં લેણદારોનો 10 ટકા હિસ્સો સામેલ છે.
રિઝોલ્યુશન પ્રોફેશનલે 27 નાણાંકીય લેણદારોએ કરેલા રૂ. 7534.6 કરોડના દાવાની મંજૂરી આપી હતી. બજાર અહેવાલો મુજબ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝની માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-એસીઆરઇ અને વેલસ્પન ગ્રૂપ યુનિટ ઇઝીગો ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેણદારોને સૌથી ઉંચી બીડ મળી છે.
એક સુત્રએ જણાવ્યુ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ- એસીઆરઇ ટીમ અને વેલસ્પન ગ્રૂપની ઓફરમાં નજીવો તફાવત છે. બંને મહત્તમ બીડર છે પરંતુ શરતી છે. એ કહેવુ મુશ્કેલ છે કે બંનેમાંથી કોની ઓફર ઉત્કૃષ્ઠ છે. રિલાયન્સની ઓફરમાં નાણાંકીય લેણદારોને રૂ. 2280 કરોડની ચૂકવણી, કાર્યકારી મૂડીની માટે રૂ. 500 કરોડનું મૂડી રોકાણ તેમજ કર્મચારી અને વેપાર લેણદારોને રૂ. 83 કરોડની ચૂકવણી સામેલ છે.
હાલની ઇક્વિટીને સંપૂર્ણપણે રાઇટ ઓફ કરી દેવાઇ છે. અધિગ્રહણ બાદ રિલાયન્સનો હિસ્સો 79 ટકા, એસીઆરઇનો 11 ટકા અને 10 ટકા હિસ્સો લેણદારોની પાસે હશે. પ્રસ્તાવિત ઓફરમાં ફાઇનાન્સ માટે રિલાયન્સ રૂ. 2349 કરોડનું દેવુ ભોગવશે અને મૂડી સ્વરૂપે રૂ.500 કરોડનું રોકાણ કરશે. એરેસ એચએસજી સમર્થિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લેણદારોને રૂ. 14 કરોડની સિક્યોરિટી રસીદ જારી કરશે. વેલસ્પનને કરેલી ઓફરની માહિતી ઉપલબ્ધ નથી.