- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલે સ્થાનિક રોબોટિક્સ કંપની એડવર્બનો 54 ટકા હિસ્સો 13.2 કરોડ ડોલર કે આશેર રૂ. 983 કરોડમાં ખરીદ્યો છે, એવું રોબોટિક કંપનીએ મંગળવારે જણાવ્યું હતું.
એડવર્બ ટેક્નોલોજીના સહ-સ્થાપક અને સીઈઓ સંગીત કુમારે જણાવ્યું કે, કંપની સ્વતંત્ર રીતે કામગીરી કરવાનું ચાલુ રાખશે અને રિલાયન્સ પાસેથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ વિદેશમાં બિઝનેસ વધારવા તેમજ નોઈડામાં સૌથી મોટી રોબોટિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે કરશે. કંપનીનો નોઈડામાં પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જ્યાં તે વાર્ષિક 10,000 રોબોટ્સનું ઉત્પાદન કરે છે. આ જોડાણથી કંપનીને નવી ઉર્જાના પહેલ મારફતે ફાઇવ-જી, બેટરી ટેકનોલોજીનો લાભ ઉઠાવવામાં મદદ મળશે.
એડવર્બનો 54 ટકા હિસ્સો ખરીદવાની સાથે રિલાયન્સ આ કંપનીમાં સૌથી મોટું શેરધારક બની ગયુ છે. લાયન્સ પહેલેથી જ એડવર્બનું મહત્વપૂર્ણ ક્લાયન્ટ્સ પૈકીનું એક રહ્યુ છે, જેની સાથે કંપનીએ જિયો માર્ટ ગ્રોસરી બિઝનેસ માટે ઉચ્ચ સ્વચાલિત વેરહાઉસીસ સહ-બનાવ્યા હતા.
એડવર્બ કંપનીની 80 ટકા કમાણી ભારતમાંથી થાય છે પરંતુ આગામી 4-5 વર્ષોમાં ભારત અને વિદેશી વેપારનું યોગદાન 50-50 ટકા થવાની અપેક્ષા છે.