- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ઇન્ટરગ્લોબ એવિએશનના પ્રમોટર રાકેશ ગંગવાલે આકરા શબ્દોમાં લખેલ પોતાના પત્રમાં રાહુલ ભાટિયા અને તેમની વચ્ચે થઇ ગયેલ સમાધાનના રિપોર્ટ ફગાવી દીધા છે. આ કારણે નજીકના સમયમાં બંને વચ્ચે કોઈ સમાધાન થાય તેવી શક્યતા દેખાઈ નથી રહી. દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઈન્ડિગોના પ્રમોટર્સ ગંગવાલ અને ભાટિયા વચ્ચે કથિત કોર્પોરેટ ગર્વનન્સને લઈને જંગ ચાલુ છે.
બોર્ડ ઓફ ડાયરેકટર્સને આકરા શબ્દોમાં લખાયેલ આ પત્રમાં ગંગવાલે એક વિશેષ પ્રસ્તાવ ' એસોસિએશનના આર્ટિકલમાં ફેરફાર' પર મત આપવાનો ઇન્કાર કરી દીધો છે. ઇન્ટરગ્લોબનાં બોર્ડે 10 સભ્યો સુધી બોર્ડને વધારવાનો નિર્ણય લીધો છે જેમાં 4 સ્વતંત્ર ડાયરેકટર્સ પણ સામેલ થશે. આ ઉપરાંત તેમાં એક સ્વતંત્ર મહિલા ડાયરેકટર્સ પણ હશે.
ગંગવાલે કહ્યું હતું કે જ્યાં સુધી ઈન્ડિગો બોર્ડ પૂરક પ્રસ્તાવ પાસ નહીં કરી લે જે રાહુલ ભાટિયાના નેતૃત્વવાળા IGE ગ્રુપને વધુ સત્તાઓ આપવાથી રોકે અને એક નવી પાર્ટી રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન પોલિસી બનાવે ત્યાં સુધી તેઓ મત મત નહીં આપે. તેઓએ કહ્યું હતું કે ચેરમેને કંપનીને નિર્દેશ આપવો જોઈએ કે પારદર્શિતાના હિતમાં અને લઘુમતી શેરહોલ્ડર્સના ફાયદા માટે તે આ તથ્યને AGMના ધ્યાનમાં લાવે. ઉલ્લેખનીય છે કે રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલે 2005માં ઇંટરગ્લોબ એવિએશનની સ્થાપના કરી હતી જે ઇંડિગ્રો બ્રાન્ડની માલિક છે. ઇંડિગો એરલાઈનનો બહુ મોટો ગ્રાહક વર્ગ હોવાથી સરકાર આ બંને સહ-સંસ્થાપકો વચ્ચેના વિખવાદથી ઇન્વેસ્ટરર્સ હેરાન છે. તેઓના વિખવાદને લીધે કંપનીના શેર ઘોવાઈ રહ્યા છે અને સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.