- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ ખાગની ક્ષેત્રની તમામ ટેલિકોમ કંપનીઓએ નવા ટેરિફ રેટ વધારી દેતા હવે લોકો માટે સસ્તા ફોન કોલિંગના દિવસો સમાપ્ત થયા છે અને કંપનીઓ માટે અચ્છે દિન શરૂ થયા છે. કારણ કે, ટેરિફ રેટમાં વૃદ્ધિથી ખાનગી ટેલિકોમ કંપનીઓની માસિક કમાણીમાં રૂ. 36,000 કરોડનો વધારો થવાની આગાહી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ કરી છે. જો બીજા શબ્દોમાં કહીયે તો મોબાઇલના માર વચ્ચે મોબાઇલ ગ્રાહકો માસિક આટલા કરોડનો નવો બોજ પડશે
કમિટીના પ્રવક્તા પવન ખેરે જણાવ્યું કે, 1લી ડિસેમ્બરથી વોઇસ અનેડેટા સર્વિસના ટેરિફ રેટ વધારી દેવાતા ખાનગી ટેલિકોમ ઓપરેટરોની કમાણીમાં દર મહિને લગભગ રૂ.36,000 કરોડનો વધારો થવાનો અંદાજ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં 120 સબ્સક્રાઇબર્સ માટે ટેરિફમાં રૂ.100ની વૃદ્ધિનો અર્થ છે રૂ.12,000 કરોડનો ફાયદો થશે જ્યારે ડેટા ટેરિફ રૂ.200 વધારવામાં આવતા રૂ.24,000 કરોડનો ફાયદો થશે.
ખેર એ સરકારના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યો છે, જેમાં એક બાજુ ટેલિકોમ કંપનીઓને ટેરિફ વધારવા મંજૂરી આપી છે છે તો બીજી બાજુ વ્યાજ અને દંડ સહિતની સ્પેક્ટ્રમ સંબંધિત ચૂકવણી માટે વધુ બે વર્ષની મુદ્દત આપી છે.
તેમણે સરકાર દ્વારા સંચાલિત ટેલિકોમ કંપની સાથે 4G સર્વિસ અંગે સાવકાપણા જેવું વર્તન દાખવવા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, સરકારે 5 વર્ષની માટે 4Gનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયામાં શા માટે વિલંબ કર્યો છે ... મૂળભૂત રીતે તમે જે કરી રહ્યા છો તેનાથી - આ કંપનીનું નિકંદન કાઢવાનું નક્કી કરી રહ્યા છે. ખેર એ સરકાર ઉપર ઉદ્યોગ જગત સાથે પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો છે.