- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઇ : મહિન્દ્રા-મહિન્દ્રા ગ્રૂપની રિન્યુએલ એનર્જી કંપની મહિન્દ્રા સસ્ટેનમાં વિદેશી પેન્શન ફંડ ઓન્ટેરિયો ટીચર્સ પેન્શન પ્લાન (ઓટીપીપી) 49 ટકા જેટલો હિસ્સો ખરીદવા વાટાઘાટો કરી રહ્યુ હોવાની માહિતી છે.
ઘટનાક્રમથી માહિતગાર સુત્રો જણાવ્યુ કે, ઓટીપીપી એ કેનેડાના સૌથી મોટા પેન્શન ફંડ પૈકીનું એક છે અને તે મહિન્દ્રા સસ્ટેનમાં 49 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 2300 કરોડની ચૂકવણી કરી શકે છે. ઋણ બોજ સહિત કંપનીની કુલ વેલ્યૂએશન રૂ. 4600 કરોડ છે. બંને પક્ષો તરફથી એક સોદા પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
મહિન્દ્રા ગ્રૂપ દ્વારા તેની રિન્યુએબલ એનર્જી કંપનીનો હિસ્સો વેચવાનો આ ત્રીજો પ્રયત્ન હતો. અગાઉના બ્રુકફિલ્ડને 100 ટકા હિસ્સો વેચવાની વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ બેંક એવેન્ડસ કેપિટલ મહિન્દ્રા સસ્ટેનને સલાહ આપી રહી હતી.
મહિન્દ્રા સસ્ટેનની આવક નાણાંકીય વર્ષ 2021માં 55 ટકા ઘટીને રૂ. 952 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 42 કરોડથી ઘટીને રૂ. 6 કરોડ રહ્યો છે. માર્ચ 2021ના અંતે કંપનીનું કુલ દેવું વધીને રૂ. 719 કરોડ થયું હતું જે અગાઉના વર્ષે રૂ. 466 કરોડ હતું.