- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : અદાણી પોર્ટ એન્ડ સેઝ કંપનીને સરગુજા રેલ કોરિડોર પ્રાઇવેટ લિમિટેડને હસ્તગત કરવા નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) તરફથી મંજૂરી મળી છે અને તે નિર્ધારિત 1લી એપ્રિલ 2021થી લાગુ ગણાશે.
અદાણી જૂથે કહ્યુ કે, કંપની હવે એક સિંગલ બિઝનેસ એન્ટિટી અદાણી ટ્રેક્સ મેનેજમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ તમામ રેલ સંપત્તિઓને એકીકૃત કરે છે. આ અધિગ્રહણ સાથે જ ભારતીય રેલમાં અદાણી ગ્રૂપનો હસ્તક્ષેપ વધી જશે. અદાણી જૂથ વર્ષ 2025 સુધીમાં 2,000 કિમી રેલ ટ્રેકમાં ભાગીદારી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, તેને અદાણી પોર્ટફોલિયોમાં સમાન વ્યવસાયો સાથે સ્પર્ધા કર્યા વિના ભારતીય રેલ્વે પીપીપી (જાહેર-ખાનગી ભાગીદારી) પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપે છે.
વધુમાં જણાવ્યુ છે કે, એક વખત એકીકૃત થયા પછી, સરગુજા રેલ કોરિડોર રૂ. 450 કરોડ અથવા અદાણી પોર્ટ-સેલના કુલ ઇબીઆઇટીડીએના પાંચ ટકા જેટલો ઉમેરો કરશે.
અદાણી ગ્રૂપ સિટી ગેસ વિતરણ બિઝનેસમાં પણ વિસ્તરણની યોજના ધરાવે છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ આઠ વર્ષમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસમાં રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપનીએ તાજેતરમાં સિટી ગેસ વિતરણની હરાજીના 11 તબક્કામાં 14 ભૌગોલિક ક્ષેત્રોમાં બીડ જીત છે.