- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
ચેન્નાઈ : લક્ષ્મી વિલાસ બેંકે (LVB) મેસર્સ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (IHFL)ને રૂ. 188.16 કરોડની 1.68 કરોડનાં પ્રેફરેન્શિયલ ઇક્વિટી શેરની ફાળવણી પૂર્ણ કરી છે.
લક્ષ્મી વિલાસ બેંકે જણાવ્યું છે કે, મેસર્સ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (IHFL)ને રૂ. 188.16 કરોડનાં 1.68 કરોડ ઇક્વિટી શેરની પ્રેફરેન્શિયલ ફાળવણી પૂર્ણ થતા બેંકની ટિઅર-I મૂડી અને મૂડી પૂર્તતા રેશિયો 110 બેસિસ પોઇન્ટ વધ્યો છે. અત્યારે ટિઅર-I મૂડી 5.56 ટકા છે, ત્યારે કુલ સીએઆર 7.56 ટકા છે.
બેંક વહેલામાં વહેલી તકે મૂડી વધારવા વધારે પગલા લઈ રહી છે. અમે વધુમાં ઉમેરીએ છીએ કે બેંકનાં બેડ લોન વસૂલવા માટેનાં પ્રયાસને વેગ મળ્યો છે અને છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળામાં બેંકે રૂ. 783 કરોડની વસૂલાત કરી છે.
વધુમાં બેંકે જણાવ્યું છે કે, અમે મેસર્સ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (IHFL) અને ઇન્ડિયાબુલ્સ કમર્શિયલ ક્રેડિટ લિમિટેડ (ICCL) સાથે આયોજિત વિલયની અગાઉની જાહેરાતનો સંદર્ભ આપીએ છીએ. આ સંબંધમાં અમે સલાહ આપીએ છીએ કે, બેંક તમામ નિયમનકારી મંજૂરીઓ વહેલામાં વહેલી તકે મળી જાય એ સુનિશ્ચિત ક રવા અમે આઇએચએફએલ સાથે કામ કરી રહ્યાં છીએ.