- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ : ભારતનો સૌથી મોટો મેગા આઇપીઓ બનેલો એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોના જોરે છેલ્લા દિવસે સરેરાશ 2.95 ગણો ભરાઈને બંધ થયો છે. સરકારે એલઆઇસીમાં 3.5 ટકા હિસ્સો વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો અંદાજ મુક્યો હતો. પાંચ દિવસ ખુલ્લાં રહેલા આ ભરણામાં 16,20,78,067 શેરના ઓફરની સામે રોકાણકારો દ્વારા કુલ 47,83,67,010 શેર માટે અરજીઓ આવી છે.
રોકાણકારો દ્વારા એલઆઈસીના શેર ખરીદવા માટે કુલ 3.18 કરોડ અરજીઓ કરવામાં આવી છે. એન્કર રોકાણકારોના હિસ્સાને બાદ કર્યા બાદ એલઆઈસીના આઈપીઓમાં બાકી રહેલ રૂ. 15,391 કરોડના આઈપીઓ હિસ્સા માટે રૂ. 45,379 કરોડની બિડ થઈ છે.
એલઆઈસીના આઈપીઓને સૌથી મજબૂત પ્રતિસાદ પોલિસીધારકો તરફથી મળ્યો છે. પોલિસીહોલ્ડર કેટેગરી 612% ઓવરસ્ક્રાઈબર થઈ છે જેમાં ઓફર કરાયેલ 2.21 કરોડ શેરની સામે 13.53 કરોડ શેર માટે અરજીઓ થઈ છે. કંપનીના જ કર્મચારીઓ દ્વારા એલઆઈસીના ખાનગીકરણનો વિરોધ વચ્ચે પણ એમ્પલોય કેટેગરી 4.40 ગણી ભરાઈ ગઈ છે. નાના રોકાણકારો એટલેકે રિટેલ કેટેગરીની વાત કરીએ તો તેમનો હિસ્સો પણ અંદાજે 2 ગણો ભરાયો છે.
ભારતના અરામ્કો ગણાતા એલઆઇસીના આઈપીઓને મોટા રોકાણકારો તરફથી ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (ક્યુઆઇબી) કેટેગરી 2.83 ગણી અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) કેટેગરી 2.91 ગણી ભરાઈ છે. ક્યુઆઇબી કેટેગરીમાં સમાવાતા ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર કેટેગરી એટલે કે વિદેશી રોકાણકારોએ એલઆઇસીના આઈપીઓથી અંતર જાળવ્યુ છે. ફોરેન ફંડો માટે રિઝર્વ કરાયેલ શેરમાંથી માત્ર આઠ ટકા શેર માટે જ અરજીઓ કરી છે જે એલઆઈસીના ઘટાડેલા વેલ્યુએશનની સાથે લિસ્ટિંગ ગેઈન સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
કોઈક ને કોઈક કારણોસર લંબિત થઈ રહેલ એલઆઈસીના આઈપીઓ માટે સરકારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વેલ્યુએશન અને આઈપીઓ સાઈઝમાં ઘટાડો કર્યો હતો. પાંચ ટકાને બદલે સરકાર આઈપીઓ થકી એલઆઇસીનો માત્ર 3.5 ટકા જ હિસ્સો વેચી રહી છે અને વેલ્યુએશન પણ બજેટમાં અંદાજવામાં આવેલ 12-13 લાખ કરોડની સામે માત્ર 6 લાખ કરોડ જ આઈપીઓમાં આંકવામાં આવ્યું છે.
LIC IPO વિશે જરૂરી માહિતી |
|
આઇપીઓ તારીખ |
4-9 મે |
ઓફર પ્રાઈસ |
રૂ.902 - 949 |
બેઝિક ઓફ અલોટમેન્ટ |
12 મે* |
અલોટમેન્ટ |
13 મે* |
રિફંડ |
13 મે* |
શેર ક્રેડિટ |
16 મે* |
લિસ્ટિંગ |
17 મે |
(*સંભવિત) |
|