- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટ પછી ફાઈનાન્શિયલ માર્કેટમાં ચોક્કસ પણે અસર થાય છે. ગત મહિને ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના વેપાર અંગે ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગે ટ્વિટ બજાર ઉપર ડાયરેક્ટ અસર કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જેપી મોર્ગને વોલ્ફેફ ઈન્ડેક્સ બનાવ્યો છે જેમાં ટ્રમ્પની ટ્વિટની બોન્ડ માર્કેટ ઉપર અસર બતાવવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટ પછી બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે જેના લીધે જેપી મોર્ગને આ પ્રકારની ઈન્ડેક્સની રચના કરી છે. અમેરિકાના વડાપ્રધાનની ફેડરલ રિઝર્વ અને વેપારને લઈને તણાવ અંગેની ટ્વિટની તાત્કાલિક ધોરણે અસર ફાઈનાન્શિયલ માર્કેટ ઉપર જોવા મળે છે. ટ્રમ્પની ટ્વિટમાં ટ્રેડ અને મોનિટરી પોલિસીની સાથે ચીન, અબજ અને પ્રોડક્ટ્સ જેવા કે વર્ડ છે જેનો ખુબજ વધારે પ્રતિસાદ આવે છે. અને રિટ્વિટની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
ર૦૧૬માં વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન બન્યા પછી તેમણે પ્રતિ દિવસ સરેરાશ ૧૦ ટ્વિટ કરી છે અને તેમના આશરે ૬૪૦ લાખ ફ્લોવર્સ છે. ટ્રમ્પ સામાન્ય રીતે બપોરે બે વાગ્યે આસપાસ કરે છે એવું જેપી મોર્ગને તેની રિપોર્ટમાં જણાવ્યુ છે. ટ્રમ્પની ટ્વિટમાં ચીનના વેપાર ઉપર આંક્રમક વાતો અથવા ફેડરલ રિઝર્વ અંગેની વાતનો સ્ટોક માર્કેટ ઉપર એકંદરે ફાયદો થઈ રહ્યો છે. ર૦૧૬થી અત્યાર સુધીમાં ડોવ જોન્સમાં ૪ર ટકાની વૃદ્ધિ આવી છે.