- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ માટે Jioને DoT તરફથી મંજૂરી
નવી દિલ્હી, તા.13
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના સેટેલાઇટ એકમને ટેલિકોમ વિભાગ તરફથી સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસિસ શરૂ કરવા માટે લેટર ઓફ ઈન્ટેન્ટ એટલેકે આશય પત્ર પ્રાપ્ત થયો છે.
ઉદ્યોગના સૂત્રોએ આપેલ માહિતી અનુસાર ડીઓટીના આ પત્રનો અર્થ એ છે કે જિયોને અવકાશમાંથી સેટેલાઈટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવાની પરવાનગી મળી છે.
સૂત્રોએ જણાવ્યું કે સોમવારે જિયો સેટેલાઇટ કોમ્યુનિકેશન લિમિટેડ (પીએસીએલ)ને લેટર ઓફ ઈન્ટેન્ટ જારી કરવામાં આવ્યો હતો. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પેટાકંપની અંગેના આ અહેવાલ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.
સૂત્રોએ જણાવ્યું કે ટેલિકોમ વિભાગે સેટેલાઇટ દ્વારા ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન માટે કંપનીને આશયપત્ર આપ્યો છે. તેની સાથે જ કંપની લાઇસન્સ પ્રાપ્ત સર્વિસ સેક્ટરમાં ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન સર્વિસ સ્થાપિત કરી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે. આ લાઇસન્સ મંજૂરીની તારીખથી 20 વર્ષના સમયગાળા માટે છે અને તે હેઠળ વૉઇસ અને ડેટા સેવાઓ ઓફર કરવામાં આવશે.