- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી નિફ્ટી50માં સૌથી મહત્વપૂર્ણ બ્લૂ ચિપ સ્ટોકનો ખિતાબ છીનવાઈ ગયો છે. કંપની પાસે આઠ મહિનાથી આ ખિતાબ હતો. સોમવારે કંપનીનો સ્ટોક વેટેજ ગબડીને 9.82 ટકા રહી ગયો અને મંગળવારે આ 10.08 ટકા રહ્યો. આનાથી કંપનીને પોતાની ટોપ રેન્ક ગુમાવવી પડી છે. હવે આ ટાઈટલ દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્ક પાસે છે.
નિફ્ટીમાં રિલાયન્સનું વેટેડ એક સમયે 15 ટકા હતું. એચડીએફસી બેંકે 2020ની શરૂઆતમાં આ ટાઈટલ મેળવ્યું હતું, પરંતુ કોવિડ -19 રોગચાળાને લીધે એનપીએ વધી શકે છે તેવી આશંકાથી રોકાણકારોએ પીઠ ફેરવી હતી. હવે ફરી એકવાર એચડીએફસી બેંકને તેનું ટાઇટલ પાછું મળી ગયું છે. સોમવારે નિફ્ટી50માં બેંકનું વેટેજ 10.11 ટકા મેળવી રિલાયન્સને પાછળ છોડી દીધી છે. મે પછી આ પહેલી વાર થયું છે.
નિફ્ટી50માં પોતાની ખોવાયેલી સ્થિતિ ફરીથી મેળવવા માટે રિલાયન્સને લગભગ એક દાયકાનો સમય લાગ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કંપનીનો શેર 169 ટકા વધ્યો હતો. કંપનીએ મૂડી ઉભી કરવા અને ઓનલાઇન વાણિજ્ય પોર્ટલ જિયો માર્ટના લોન્ચિંગ સાથે શેરમાં તેજી આવી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ જિયો પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલ વેંચર્સમાં હિસ્સો વેચીને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની મૂડી એકત્ર કરી હતી. તે દરમિયાન કંપનીએ નિફ્ટી50ને પોતાના દમ પર નવી ઉંચાઈએ પહોંચાડી. આ નાણાકીય વર્ષના પહેલા છ માસિક ગાળામાં ઈન્ડેક્સમાં આવેલ તેજીમાં લગભગ અડધું યોગદાન રિલાયન્સનું હતું.
11 સપ્ટેમ્બરે રિલાયન્સનો સ્ટોક 2360 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો પરંતુ ત્યાર બાદ આમાં 18 ટકા ઘટાડો આવ્યો છે. આ દરમિયાન નિફ્ટી50માં 27 ટકા તેજી આવી છે. ફ્યૂચર ગ્રુપના રિટેલ અને હોલસેલ એસેટ્સને ખરીદવા માટે થયેલ ડીલ કાનુની પકડમાં ફસાઈ છે. એમેઝોને આને કોર્ટમાં પડકાર આપ્યો છે.