- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ આવકવેરા વિભાગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને 8334 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આ ટેક્સ ડિમાન્ડ આદિત્ય બિરલા કેપિટલ દ્વારા વર્ષ 2016માં તેના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસના ડિમર્જર સંબંધિત ટ્રાન્ઝેક્શનમાં થયેલા કેપિટલ ગેઇન ટેક્સ પેટે કરવામાં આવી છે.
અલબત્ત આદિત્ય બિરલા ગ્રૂપની કંપનીએ કહ્યુ કે, તેઓ આવકવેરા વિભાગે ફટકારેલી ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે યોગ્ય પગલાં લેશે. આ સમગ્ર મામલો આદિત્ય બિરલા નુવો અને આદિત્ય બિરલા ફાઇનાન્સિયલ સર્વિસિસની સાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના મર્જરની યોજના સંબંધિત છે.
ગ્રામિસ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2019ના તેના જૂના સંદેશાવ્યવહારનો ઉલ્લેખ કર્યો કે કંપની પર આવકવેરાના ડેપ્યુટી કમિશનર (ડીસીઆઇટી) દ્વારા કરવામાં આવેલી રૂ.5872 કરોડની ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સની માંગ અને પાછળથી આ મામલે બોમ્બે હાઇકોર્ટે ટ્રિબ્યુનલના પેન્ડિંગ ચુકાદા પર સ્ટે મૂક્યા હતો.
“અગાઉના ચૂકાદાના પરિણામ સ્વરૂપે, ડીસીઆઈટીએ પણ શેરની કિંમત પર કેપિટલ ગેઈન ટેક્સ લાદયો છે, એ ધ્યાનમાં લીધા વગર કે શેરધારકોને અરેજમેન્ટ સ્કીમ અનુસાર જારી કરવામાં આવ્યા હતા અને કંપની દ્વારા કોઈ વિચારણા કરવામાં આવી ન હતી, જે કરને આધિન છે, ” એવુ કંપનીએ શુક્રવારે શેરબજારોને જણાવ્યુ હતુ.
ડીસીઆઇટી એ આદિત્ય બિરલા કેપિટલ દ્વારા જારી કરાયેલા શેરનું મૂલ્ય રૂ. 24,037 કરોડ આંક્યુ છે. તેણે મૂલ્યાંકન વર્ષ 2018-19 માટે સ્ક્રુટિની એસેસમેન્ટના ભાગ રૂપે કંપનીની આવકમાં રૂ. 22,772 કરોડનો કેપિટલ ગેઇન ઉમેર્યો છે અને 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ડ્રાફ્ટ એસેસમેન્ટનો આદેશ પસાર કર્યો છે. “ડ્રાફ્ટ ઓર્ડરના આધારે, આકારણી વર્ષ 2018-19 માટેની માંગ વ્યાજ સહિત 8,334 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે, જેમાં કોઈપણ દંડનીય કાર્યવાહી સામલે નથી.