- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી- નાણામંત્રી નિર્મલા સીતારમને નોઇડામાં જેપી ગ્રૂપની મોટી આવાસ યોજના વિશટાઉનમાં ફ્લેટ બુક કરાવનારા હજારો લોકોના દુ:ખોનો ઉકેલ લાવતા જણાવ્યું કે, શહેરી વિકાસ મંત્રાલય સાથે તેમનું મંત્રાલય ગંભીરતા પૂર્વક તેમની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ લાવવા માટે કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં ૨૩,૬૦૦ લોકોએ તેમના ફ્લેટ બુક કરાવ્યા છે.
જેપી ઈન્ફ્રા કેસમાં NCLTના ચુકાદા પર સ્થિરતા જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. અગાઉ બોલીના બીજા રાઉન્ડમાં જેપી એસોસિએટ્સને બોલી લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, IBCમાં સુધારો સૂચિત ન થાય ત્યાં સુધી અમે કેસની સુનાવણીને ટાળી રહ્યા છીએ.
સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે
લોકસભામાં સમાધાન નિષ્ક્રિયતા સુધારણા બિલ અંગેની ચર્ચામાં તૃણમૂલ કોંગ્રેસના સભ્ય પ્રો. સૌગાતા રોય દ્વારા ઉભા કરવામાં આવેલા સવાલ પર નાણામંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું કે, જેપી ગ્રૂપમાં ફ્લેટ બુક કરાવનારા લોકોની સમસ્યા અંગે સરકાર ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, નાણામંત્રાલય શહેરી વિકાસ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. તેમજ જેપી ગ્રુપના પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારા લોકોને સંતોષકારક ઉકેલ આપવા માટે સરકાર સક્રિય રીતે કાર્ય કરી રહી છે.
કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે
નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી જેપી ઇન્ફ્રાટેકને મુદ્દાનો ઉકેલ લાવવા માટે ૯૦ દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(NCLAT)એ મંગળવારના રોજ દેવા-પીડિત કંપની જેપી ઇન્ફ્રાટેક માટે બોલી લગાવવાની પ્રક્રિયાને પણ મંજૂરી આપી છે. કંપનીના પ્રમોટરોને જેપી ગ્રૂપની હરાજીમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા હતા.
નવી હરાજી માટે, એનસીએલએટીએ કંપનીના સોલ્યુશન પ્લાનનો સમયગાળો વધારીને ૯૦ દિવસ કર્યો છે. ટ્રિબ્યુનલની બે સભ્યોની બનેલી બેંચે આ મુદ્દાના સલાહકારોને પણ ૪૫ દિવસનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ આ સમયગાળા દરમિયાન નવી બિડને આમંત્રણ કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરશે. ખંડપીઠે સલાહકારો સહિત ધિરાણકારોના ગ્રૂપ(COC)ને પણ નવી બિડ માટેની પંસદગી પ્રક્રિયાને પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે.
કંપની મની લોન્ડરિંગની કામગીરીમાંથી પસાર થઈ રહી છે
જેપી ગ્રુપની માલિકીની દેવામાં ડૂંબેલી કંપની જેપી ઇન્ફ્રાટેક દ્વારા ફ્લેટ ફાળવવામાં વધું પડતાં વિલંબને કારણે ૨૩,૦૦૦ કરતાં વધું ફ્લેટ ખરીદનારાઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેપી ઈન્ફ્રાટેક દેવાના નિવારણની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. જેપી ગ્રૂપે પણ સોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો, પરંતુ ધીરાણકર્તાઓ તાજેતરમાં તે અંગે વિચારી રહ્યા નથી.