- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : શેરબજારમાં પ્રવર્તતી વોલેટાલિટી વચ્ચે વિતેલા ડિસેમ્બર માસ દરમિયાન ઇક્વિટી ફંડો દ્વારા ૧૧ આઇપીઓમાં રૂા. ૩૩૦૦ કરોડથી વધુ રોકાણ કરવામાં આવ્યું હતું.
બજારના વર્તુળોના જણાવ્યા મુજબ વિતેલા ડિસેમ્બર માસમાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી માર્કેટમાં રૂા. ૧૭૦૦૦ કરોડથી વધુ રોકાણ કરાયું હતું. આ સમય દરમિયાન સ્થાનિક સંસ્થાઓએ રૂા. ૩૧૦૦૦ કરોડથી વધુ મૂલ્યના શેરોની ખરીદી કરી હતી. જે માર્ચ ૨૦૨૦ પછીની સૌથી મોટી માસિક ખરીદી છે. જો કે, આ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂા. ૩૫,૫૦૦ કરોડ મૂલ્યના શેરો વેચ્યા હતા.
સૂચિત સમય દરમિયાન રોકાણકારોએ ઇક્વિટી ફંડોમાં રૂા. ૨૫૦૦૦ કરોડ અને સિપમાં રૂા. ૧૧૩૦૬ કરોડ ઠાલવ્યા હતા. વોલેટાલિટી વચ્ચે ડિસેમ્બરમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ પણ બે ટકા સુધી વધ્યા હતા.
ઇક્વિટી ફંડોએ ડિસેમ્બરમાં ૧૧ આઇપીઓમાં કુલ રૂા. ૩૩૮૦ કરોડનું રોકાણ કર્યું હતું જેમાં એડપ્લસમાં રૂા. ૧૩૦૦ કરોડ, સીએમએસ ઇન્ફો.માં રૂા. ૩૦૦ કરોડ, મેટ્રોમાં રૂા. ૩૦૦ કરોડ, ટેગા ઇન્ડ.માં ૨૮૦ કરોડ, સ્ટેગેઇન ટ્રાવેલમાં રૂા. ૨૫૦ કરોડ, આનંદ રાઠીમા રૂા. ૨૫૦ કરોડ સીઇ ઇન્ફોમાં ૨૪૦ કરોડ, ડેટા પેટર્નસમાં ૨૧૦ કરોડ અને સુપ્રિયા લાઇફમાં ૧૩૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ સિવાય શ્રીરામ પ્રોપર્ટી અને સ્ટાર હેલ્થમાં પણ રોકાણ કર્યું હતું.