- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : સરકારે ટેલિકોમ લાઇસન્સના નિયમોમાં સંશોધન કરતા ટેલિકોમ ઓપરેટર પર કરબોજ ઘટશે. જે હેઠળ તમામ બિન ટેલિકોમ આવક, ડિવિડન્ડ, વ્યાજ, સંપત્તિના વેચાણ અને ભાડાં વગેરેને લાઇસન્સ ફી તથા સ્પેક્ટ્રમ યુઝેસ ચાર્જની ગણતરીમાંથી બાકાત કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની જૂની વ્યાખ્યાને હાઇકોર્ટે યથાવત રાખી છે. તેનાથી ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા સહિત ટેલિકોમ ઓપરેટર પર લગભગ 1.47 લાખ કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે.
ટેલિકોમ વિભાગે તાજેતરમાં કરેલા સંશોધન સહિત કંપનીઓની કુલ આવકમાં ઉપરોક્ત સ્ત્રોતોમાંથી થયેલી આવકને બાદ કર્યા બાદ લાગુ એજીઆરની ગણતરી કરાશે. ત્યારબાદ જૂના નિયમ હેઠળ પહેલાથી મુક્ત કેટેગરીઓ જેવી કે, રોમિંગ ઇન્કમ, ઇન્ટરક્નેક્શન ચાર્જ અને જીએસટીને ઘટાડાશે અને પછી અંતિમ એજીઆરની ગણતરી કરાશે. તે આધાર પર સરકાર આવકમાં પોતાની લેવાની નીકળતી રકમની ગણતરી કરે છે.
ટેલિકોમ વિભાગે કહ્યુ કે, સંશોધન એક ઓક્ટોબર 2021થી અમલમાં આવી જશે. વિવિધ બિન ટેલિકોમ આવકના સ્ત્રોતો પર મુક્તિથી કરબોજમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.