- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : કોફી ડે સમુહે જણાવ્યું હતું કે તેનુ કુલ દેવું 4970 કરોડ છે જેમાં 4796 કરોડની સિક્યોર્ડ લોન અને 174 કરોડની અનસિક્યોર્ડ લોન સામેલ છે. કંપનીએ BSEની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે " મેનેજમેન્ટ પોતાના દેવાની સ્થિતિ, અપેક્ષિત કાપ અને ચાલુ ડીસઇન્વેસ્ટમેન્ટ હસ્તાંતરણ પૂર્ણ થયા બાદની સ્થિતિના સંબંધ સ્પષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
કંપનીના કુલ દેવામાં કોફી ડે એન્ટરપ્રાઇઝનું દેવું રૂ.480 કરોડ, કોફી ડે લિમિટેડનું રૂ.1097 કરોડ, વે ટુ વેલ્થ લિમિટેડનું રૂ.121 કરોડ, ટેંગલિન ડેવલમેન્ટ લિમિટેડનું રૂ.1622 કરોડ, ટેંગલિન રિટેલ રિયલિટી ડેવલપમેન્ટ લિમિટેડનું રૂ.15 કરોડ, કોફી ડે હોટલ્સ એન્ડ રિસોર્ટ લિમિટેડનું રૂ.137 કરોડ, સિકલ લોજિસ્ટિક લિમિટેડનું રૂ.1488 કરોડ અને મેગ્નાસોફ્ટ કન્સલ્ટિંગ ઇન્ડિયા લિમિટેડનું રૂ.10 કરોડનું દેવું સામેલ છે.
કંપની સેક્રેટરી સદાનંદ પૂજારીએ ફાઇલિંગમાં કહ્યું હતું કે " અમારા સંસ્થાપક અને ચેરમેન વિજી સિદ્ધાર્થના નિધન બાદ મીડિયા દ્વારા અમારા દેવાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી જેને કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છે". ઉલ્લેખનીય છે કે કંપનીના બોર્ડે પોતાની સબસિડિયરી કંપની ટેંગલિન ડેવલપમેન્ટ લિમિટેડના ગ્લોબલ વિલેજ ટેક પાર્કને આગામી 30-45 દિવસોની અંદર અમેરિકાની ઇકવીટી ફર્મ બ્લેકસ્ટોનની સાથે રૂ.2600-3000 કરોડમાં વેચવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વિલેજના વેચાણથી બ્લેકસ્ટોનથી પ્રાપ્ત રકમથી સમૂહનું દેવું ઓછું થઇ જશે. પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અમુક સંપત્તિના ડીસઈન્વેસ્ટમેન્ટનો વિચાર કરવામાં આવી રહ્યી છે જેનાથી સમૂહના દેવામાં ઘટાડો થઇ શકે. કંપનીએ પોતાના લેણદારો પાસેથી તેની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે સમય પણ માંગ્યો છે.