- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના બાયબેકથી પ્રમોટર કંપની ટાટા સન્સએ જંગી કમાણી કરી છે. ટાટા ગ્રૂપની હોલ્ડિંગકંપની ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડે TCSના લગભગ 3.33 કરોડ ઇક્વિટી શેર વેચીને 10,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટાટા સન્સે વેચલે શેર એ ટીસીએસની કુલ ઇક્વિટી હોલ્ડિંગના 1 ટકા બરાબર છે. ઉલ્સેખનિય છે કે, TCSનો બાયબેક પ્રોગ્રામ તાજેતરમાં સમાપ્ત થયો છે અને તે હેઠળ ટાટા સન્સે TCSના શેર વેચ્યા છે. આ અંગેની માહિતી TCSએ સ્ટોક એક્સચેન્જને જણાવી છે.
ઉલ્લેખનિય છે કે, ભારતની દિગ્ગજ આઇટી કંપની TCSનું 16000 કરોડ રૂપિયાનું બાયબેક તાજેતરમાં પૂર્ણ થયુ છે અને તે ટાટા ગ્રૂપની સૌથી વધુ નફો કરતી લિસ્ટેડ કંપની છે. .
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યુ છે કે, ટાટા સન્સે TCSની સ્ટોક બાયબેક યોજના હેઠળ 3.33 કરોડ ઇક્વિટી શેર વેચ્યા છે. બાયબેક પૂર્ણ થયા બાદ TCSમાં ટાટા સન્સની હિસ્સેદારી 72.16 ટકા રહી ગઇ છે. લગભગ 3000 રૂપિયા પ્રતિ શેરદીઠના સ્ટોક બાયબેકના ભાવે ટાટા સન્સે TCSના વેચલા શેરનું મૂલ્ય 9,997 કરોડ રૂપિયા જેટલુ થાય છે. પ્રમોટર ગ્રૂપની એક અન્ય કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનને આ દિગ્ગજ આઇટી કંપનીના લગભગ 3.7 કરોડ રૂપિયા શેર બાયબેક હેઠળ વેચ્યા છે.
ઉલ્લેખનિય છે કે, 16,000 કરોડ રૂપિયાના સ્ટોક બાયબેક હેઠળ TCSએ 5.33 ઇક્વિટી સ્ટોક પરત ખરીદયા છે. બાયબેક હેઠલ લગભગ TCS દ્વારા લગભગ 16,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને TCSના 12,584 સ્ટોક વેચ્યા છે.
ઉપરાંત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને આરબીસી ઇમર્જિંગ માર્કેટ્સ ઇક્વિટી ફંડે પણ TCSના અનુક્રમે 16.69 લાખ શેર અને 7.69 લાખ શેર વેચ્યા છે.