- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ ઉંચા ઋણ બોજ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા શ્રેઇ ગ્રૂપને બોમ્બે કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે શ્રેઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ અને શ્રેઇ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિમિટેડ પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરાયેલી કાર્યવાહીની વિરુદ્ધ શ્રેઇ ગ્રૂપે કરેલી અરજી ગુરુવારે ફગાવી દીધી છે.
શ્રેઇ ગ્રૂપના પ્રમોટરો, આદિશ્રી કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ એ રિઝર્વ બેન્કના આદેશને પડકારવા એક અરજી દાખલ કરી હતી. આ સાથે જ અરજીમાં શ્રેઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ અને શ્રેઇ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિમિટેડની વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા રોક મૂકવાની માંગણી કરી હતી.
આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, હાઇકોર્ટે અરજીને ફગાવતા કહ્યુ કે, આ પાછળના કારણે તેઓ પાછળથી જણાવશે. હાઇકોર્ટે ઉમેર્યુ કે, આ કારણો જાણીને શ્રેઇ ગ્રૂપ આગામી આગામી પગલું ઉઠાવી શકે છે.
નોંધનિય છે કે, રિઝર્વ બેન્કે ગત ચાર ઓક્ટોબરના રોજ શ્રેઇ ગ્રૂપની બે કંપનીઓ શ્રેઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ અને શ્રેઇ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સમાં ગવર્નન્સ સંબંધિત ચિંતાઓ અને લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવાની આશંકા વ્યક્ત કરી તેના બોર્ડ ઓફ ડિરેક્ટરને ભંગ કરી કંપનીનો મેનેજમેન્ટ કન્ટ્રોલ પોતાના હાથમાં લઇ લીધો હતો.
ઉપરાંત રિઝર્વ બેન્ક બંને કંપનીઓ માટે બેન્ક ઓફ બરોડના પૂર્વ ચીફ જનરલ મેનેજર રજનીશ શર્માને એડમિનિસ્ટ્રેટિવ તરીકે પણ નિમણુંક કર્યા છે. ઉલ્લેખનિય છે કે, શ્રેઇ ગ્રૂપ પાસેથી એક્સિસ બેન્ક, યુકો બેન્ક અને એસબીઆઇ સહિત 15 બેન્કોના લગભગ 35,000 કરોડ રૂપિયાના લેણાં બાકી છે.