- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ભારતી અક્સા જનરલ ઈન્શ્યોરન્સ હવે ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીની થઈ ગઈ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શુક્રવારે કહ્યું કે, વીમા ક્ષેત્રના રેગ્યુલેટર ઈરડાએ ભારતી અક્સા જનરલ ઈન્શ્યોરન્સના જનરલ ઈન્શ્યોરન્સ બિઝનેસને તેનાથી અલગ કરીને તેની સાથે મેળવવાની યોજનાને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ નિયામકીય સૂચનામાં કહ્યું છે કે, આ અંગે કંપનીને ત્રણ સપ્ટેમ્બર 2021ને વીમા ક્ષેત્રના રેગ્યુલેટર ઈરડા સાથે પ્રસ્તાવિત યોજના અંગે અંતિમ મંજૂરીનો પત્ર મળ્યો છે. આ યોજના માટે પ્રભાવી તારીખ એક એપ્રિલ 2020 રાખવામાં આવી હતી.
વીમા કંપનીએ જણાવ્યું હતું કે, યોજનામાં નક્કી કરાયા મુજબ ડીમર્જર અને સામાન્ય વીમા વ્યવસાયના સ્થાનાંતરણને અંતિમ મંજૂરીની તારીખથી ત્રણ દિવસમાં વ્યવહાર અસરકારક બનશે. કંપનીએ એમ પણ કહ્યું કે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ICICI બેન્કને ICICI લોમ્બાર્ડમાં તેનો હિસ્સો ઘટાડીને 30 ટકા કરવાની મંજૂરી આપી છે. જો કે, આ કાર્ય વીમા અધિનિયમ 1938 અને જરૂરી નિયમોના પાલનને આધીન રહેશે.
ICICI લોમ્બાર્ડે ગયા વર્ષે ભારતી એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ભારતી એક્સા જનરલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે એક ચોક્કસ કરાર કર્યો હતો. આ સોદો શુદ્ધપણે શેરના ટ્રાન્ઝેક્શનથી થવાનો છે. ભારતી અક્સાના શેરધારકોને બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અપનાવવામાં આવેલા શેર સ્વેપ ફોર્મ્યુલા મુજબ, તેઓ પાસે રહેલા દરેક 115 શેર માટે ICICI લોમ્બાર્ડના બે શેર મળશે.
હાલમાં ભારતી એન્ટરપ્રાઈસિસ પાસે ભારત અક્સા જનરસ ઈન્શ્યોરન્સની 51 ટકા હિસ્સેદારી છે જ્યારે બાકીની 49 ટકા હિસ્સેદારી ફ્રાન્સની વીમા કંપની અક્સા પાસે છે. અલગ થયા પછી ભારતી અક્સા જનરલ ઈન્શ્યોરન્સ કંપની નહિં રહે અને ભારતી એન્ટરપ્રાઈસિસ અને અક્સા બન્ને જ નોન લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસમાંથી બહાર આવી જશે.