- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હીઃ મોર્ગન સ્ટેનલીના માર્કેટ સ્ટ્રૈટેજિસ્ટ જોનાથન ગાર્નર મુજબ એશિયાના બજારમાં ઇમર્જીંગ માર્કેટસમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે. અત્યાર સુધી આ માર્કેટમાં મંદીનો માહોલ હતો. ડોલર મજબૂત થઈ રહ્યો હતો અને નોર્થ એશિયામાં પણ સારો ગ્રોથ જોવા ના મળ્યો. જો કે આગામી વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં અમેરિકાના ગ્રોથમાં ઘટાડો જોવા મળી શકે છે. ચીનમાં વ્યાજ દરો ઘટી રહ્યા છે
જાપાનમાં ઇમર્જિંગ માર્કેટસમાં રોકાણ વધારવાની સલાહ જોનાર્થન ગાર્નરે આપી છે જયારે ભારતમાં આગામી સમયમાં ચૂંટણીના કારણે અનિશ્ચિતતા હોવા છતાં ભારતના ઇમર્જિંગ માર્કેટસમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જાપાન જેવા દેશોમાં ગ્રોથ વધી રહ્યો છે કેમકે આ દેશોમાં શહેરીકરણમાં વધારો થઈ રહ્યો છે જેનાથી તેઓ કન્ઝ્યુમર સોસાયટીમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. તેઓને કાચા તેલમાં ભાવ ઘટાડાથી પણ ફાયદો થશે.
ભારત અને ઇંડોનેશિયા બંને દેશોએ થોડા સમય પહેલેથી જ વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે. આ અંગે ગાર્નરે કહ્યું કે વ્યાજ દર બાબતે વધારે કંઈ કરવાની જરૂરત મને લાગતી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં દરેક અસેટ ક્લાસથી પૈસા નીકળ્યા છે જેની અસર ઇમર્જિંગ માર્કેટસ પર પણ થઈ છે. જો કે આ દેશોમાં કંપનીઓની પ્રોફિટ ગ્રોથ વધારે થતાં આ ટ્રેંડ બદલાઈ જશે તેમજ અમેરિકામાં ગ્રોથ સુસ્ત રહેવાનો ફાયદો પણ આ દેશોને થશે.
2017માં બજારમાં તેજી ગ્રોથ સ્ટોકસના કારણે આવી હતી અને હવે પછીના સમયમાં બજારમાં વૈલ્યુ સ્ટોક્સની જ લીડરશિપ રહેશે. વર્લ્ડ બેંક અને આઈએમએફે પણ કહ્યું છે કે ભારતની ઇકોનોમી દુનિયાના મોટા દેશોમાં સૌથી વધારે તેજીથી આગળ વધી રહી છે.