- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ ગત વર્ષે તમામ ઇક્વિટી એનાલિસ્ટ અથવા ટ્રેડર વાતચીત દરમ્યાન મિડ અને સ્મોલ કેપ શેરોના ખરાબ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા હતા. આ દરમ્યાન સેન્સેકસ આશરે 2 ટકા વધ્યો, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો. તેમજ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 5 ટકાનો ઘટાડો થયો. મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં અનેક વિવિધતા હોય છે.
બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સમાં આઠ એજન્સીઓ એવી જેઓએ ગત વર્ષમાં 40 ટકાથી વધુ રિર્ટન આપ્યું છે જ્યારે તેમાંથી નીચલા સ્તરની એવી આઠ કંપનીઓ પણ છે જેઓએ 40 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. આ સમાનતા એક સંયોગ છે પરંતુ રિટર્નમાં આવો સંયોગ નથી હોતો.
સ્મોલ કેપ ઇન્ડેક્સમાં રિટર્ન બાબતે વધુ વિવિધતા હોય છે અને આ જ સિદ્ધાંત મ્ચુચ્યુઅલ ફંડ પર પણ લાગુ થાય છે. જો કે રીટર્નમાં આટલુ બધુ અંતર નજરે ચઢતું નથી. મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં રોકાણકારો ટૂંકાગાળાના બદલે 5 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે લાંબાગાળાનું રોકાણ કરે તો વધુ લાભ થાય છે.
શેર બજારમાં અનિશ્ચિતતાનો માહોલ વધુ જોવા મળે છે કેમકે કયારેક કેટલાક શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળે છે તો કેટલાક શેરો સાવ તળિયે બેસી જોવા મળે છે. પરંતુ ઇક્વિટી પ્રાઈસેજ પર ધ્યાન આપીએ ખ્યાલ આવશે કે વિભિન્ન પ્રકારના શેરોની એક સાઈકલ હોય છે જેમાં તે અપેક્ષાકૃત સારુ અથવા તો ખરાબ પ્રદર્શન કરે છે.
શેર બજારનો કયાસ કાઢવામાં કેટલીક વખત નિષ્ણાતો થાપ ખાય છે અને તેઓને પણ લાગે છે કે હાલમાં જે સ્થિતિ છે તે આગળ જતાં આવી જ રહેશે. મિડકેપ અને સ્મોલ કેપ વિશે તેમનો મત પણ કંઇક આવો જ હતો. પરંતુ ક્યારે પણ સ્થિતિ સ્થાયી રહેતી નથી તેમાં બદલાવ આવે છે. ગૂગલ પર તમને આ સાઈકલ વિશેની ઘણીબધી માહિતી મળી રહેશે જેથી તમે તમારું રોકાણ વધુ સારી રીતે કરી શકશો.