- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
July 23, 2019, 12:12 PM

vyaapaarsamachar.com
ઈક્વિટી માર્કેટ :
- બજારમાં રોજબરોજ નવા લોઅર બોટમ બની રહ્યાં છે અને નિફટી ટૂંકાગાળાના સપોર્ટ નજીક પહોંચતા બજારમાં સાવચેતીથી આગળ વધવાની સલાહ, બધા જ ટેક્નિકલ લેવલે નિફટી 50 ઈન્ડેકસ બેરિશ ઝોનમાં
- નિફટી બેંકમાં જુનો મહત્વનો ગેપ ભરાયો છે, આ સ્તરે કોન્સોલિડેશનની જરૂર છે. જોકે હજી પણ ટ્રેન્ડ તો નબળો જ છે
- NSE કેશ સેગમેન્ટમાં સતત છઠ્ઠા દિવસે નેગેટીવ માર્કેટ બ્રેટ્ઠ જોવા મળી
- મુખ્ય સૂચકઆંકો પણ નજીકના સપોર્ટની નીચેની ટ્રેન્ડલાઈન પર જ છે
- સુપરરિચ ટેક્સ લાદ્યા બાદ FIIની સુપર વેચવાલી, સતત 15મા દિવસે નેટ સેલર રહ્યાં
- FIIનો વેચેલો માલ લેવા અને ઈન્ફલો વધતા બોટમફિશિંગના ભાગરૂપે ઘરેલું સંસ્થાગત રોકાણકારો તરફથી ખરીદારીનો માહોલ યથાવત
- વૈશ્વિક સૂચકઆંકો સાથે સંબંધિત ઘરેલું ઈન્ડાયસિસ હજી સુધી પોઝીટીવ ઝોનમાં ટકી શક્યા છે
- વૈશ્વિક બજારના 1% માર્કેટ 52 સપ્તાહની ટોચે, વૈશ્વિક માર્કેટના 2% ઈન્ડેકસ 52 સપ્તાહના તળિયે
કરન્સી માર્કેટ :
- ડોલર ઈન્ડેકસ(97.38) નજીકના પેરામિટર પર મિશ્ર સંકેતો દર્શાવે છે જોકે પ્રાઈસ એક્શન અપટિક સૂચવે છે, ટૂંકાગાળામાં ડોલર ઈન્ડેકસ 97.58-97.80 તરફ દોટ મુકશે
- ડોલરની સામે રૂપિયો(68.9200) નબળો પડવાના સંકેત, નજીકના ભવિષ્યમાં 69.12 પ્રતિ યુએસ ડોલર સુધી ઘટી શકે
બોન્ડ :
- અમેરિકાના 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ(2.0551%)માં મિશ્ર સંકેત, મજબૂતીના સંકેત ઓછા
- ભારતના 10 વર્ષના સરકારી બોન્ડ(6.418%)ની યિલ્ડ 6.50% તરફ અગ્રેસર થશે
કોમોડિટી :
- નજીકના ગાળા માટે એનર્જી ફ્યુચરમાં નબળાઈના સંકેત
Web Title: Share and Currency Markets Looks Negative, Bank Nifty May Consolidate Here, Says Arun Kumar-Reliance Securities
Latest