- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

NSE નિફ્ટી ઈન્ડેક્સ
ગઈકાલે બુલિશ પેટર્નની સાથે ટ્રેડિંગના બીજા હાફ તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. નજીક ગાળામાં વેચાવાલીનું પ્રમાણ વધારે રહેશે. મધ્યમ ગાળામાં એસિલેટર સેલ મોડમાં યથાવત્ રહેશે. ઘટાડાની સાથે સ્પોર્ટ ઝોન આશરે ૧૦,૮૦૦- ૧૦,૭૩પ- ૧૦,પ૯૦ રહેશે. જ્યારે નજીકના ગાળામાં આશરે ૧૦,૯૦૦-૧૦૯૩૦-૧૧,૦૦૦ની પ્રતિકારક સપાટી રહેવાની છે.
બેન્કનિફ્ટી ઈન્ડેક્સ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં ૩પ બેસિસ પોઈન્ટ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ઈન્ડેક્સ વેચવાલીને કારણે દબાણ હેઠળ જોવા મળી રહ્યો છે. નજીકના અને મધ્યમ ગાળા માટે ઈન્ડેક્સ સેલ મોડમાં યથાવત રહેશે. ઘટાડાની સાથે ર૭,પ૦૦-ર૭,૩૯૦- ર૭,૧૯૦ પ્રતિકારક સપાટી રહેવાની છે. તો રેસિસ્ટન્ટ ર૭,૮૦૦- ર૭,૮૮૦-ર૮,૦૬૦ આસપાસ જોવા મળી રહ્યો છે.
- ભારતીય ઈક્વિટીની માર્કેટ બ્રેથ ફરી નેગેટિવ ઝોનમાં આવી ગઈ છે.
- એફઆઈઆઈએ સતત ર૭માં દિવસે વેચવાલી કરી છે જ્યારે ડીઆઈઆઈ ઈક્વિટી સેગ્મેન્ટમાં નેટબાયર્સની ભુમિકામાં જોવા મળે છે.
- વૈશ્વિક સ્તરે ઈક્વિટી દબાણ હેઠળ જોવા મળશે એવી પુરે પુરી શક્યતા છે.
- ગ્લોબલ ઈક્વિટી ઈન્ડેક્સમાં હાલ એક પણ ટકા એક વર્ષની ટોચે નથી જ્યારે પાંચ ટકા ઈક્વિટી એક વર્ષની બોટમે જોવા મળી છે.
કરન્સી
- ડોલર ઈન્ડેક્સ ૯૭.૦૬થી ૯૭.ર૦ની વચ્ચે જોવા મળી શકે છે.
- ડોલર સામે રૂપિયો ૭૧.૦૦થી ૭૧.૩૮ની વચ્ચે ટ્રેડ થવાની સંભાવના છે.
બોન્ડ
- ૧૦ વર્ષના અમેરિકન સરકારના બોન્ડની યીલ્ડમાં મિશ્ર વલણ જોવા મળશે.
- ૧૦ વર્ષના ભારત સરકારની બોન્ડની યીલ્ડમાં સ્થિરતા રહેવાની શક્યતા છે.
કોમોડિટી
- સ્પોર્ટ ગોલ્ડ ૧પ૦૧.પ૦ ડોલર પ્રતિ ઔંશની સાથે વધારે વૃદ્ધિ થવાના સંકેત મળી રહ્યા છે.
- ગઈકાલના કડાકા પછી એનર્જી ફ્યૂચરમાં નરમાઈ જોવા મળશે.
Web Title: Near Term Nifty Index on Pressure
Latest