- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ આ સપ્તાહે 5 જુલાઈએ રજૂ થવાનું છે. વિશ્લેષકોનું માનવું છે કે આગળ જતા શેરબજારની દિશા બજેટ જ નક્કી કરશે. બજેટ પહેલા રોકાણકારો માટે ‘દેખો અને રાહજુઓ’ની નીતિ પર ચાલશે. જો કે વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ચીને જી-20 શિખર સંમેલનમાં સપ્તાહાંત વેપાર યુદ્ધને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે જેનાથી બજારમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે.
આ સિવાય મોનૂસની પ્રગતિ, રૂપિયા અને કાચા તેલમાં ઉતાર-ચઢાવ પર પણ બજારની નજર રહેશે. સૈમકો સિક્યોરિટીઝ એન્ડ સ્ટોકનોટના સંસ્થાપક તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી જિમીત મોદીએ કહ્યું કે ચૂંટણી પરિણામો વધુ ભાવનાત્મક આયોજન હતું જયારે બજેટ બજારની દૃષ્ટિએ વધુ તાર્કિક કારણ હશે. બજેટ પહેલાની સુસ્તી તોફાન પહેલાની શાંતિ સમાન હોઈ શકે છે અને બજાર સ્થિર રહેશે પરંતુ તેના નીચેની તરફ જવાનું દબાણ રહેશે. તેઓ કહે છે કે વાહન ક્ષેત્ર દબાણમાં છે. સરકાર આ ક્ષેત્રને કેવી રીતે સમર્થન આપે છે તે એ બાબત પર આધાર રાખશે કે આ કંપનીઓના શેર વધશે અથવા તો તૂટશે. એપિક રિસર્ચના સીઈઓ મુસ્તફા નદીમે કહ્યું કે અમારી સામે વધુ મહત્વપૂર્ણ આયોજન બજેટ છે. એ સંભાવના છે કે બજારમાં ઉતાર-ચઢાવ રહેશે અને ટૂંકાગાળામાં તે વધુ પ્રભાવિત કરશે. કેમકે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે એટલે અમારું માનવું છે કે આપણે અત્યારે તેના આગામી પરિણામોની રાહ જોવી જોઈએ.
મેન્યુફેકચરિંગ અને સેવા ક્ષેત્રના પીએમઆઈ આંકડા આ સપ્તાહે આવવાના છે. યસ સિક્યોરિટીના અધ્યક્ષ કહે છે કે બજેટથી સરકારની રાજકોષીય રૂપરેખા નક્કી થશે. જિયોજીત ફાઈનાન્સિય સર્વિસિસના પ્રમુખ વિનોદ કહે છે કે નબળી માંગ અને કાચા માલની કિમંતો અનુકૂળ ના રહેવાના કારણે વાહન અને ધાતુ ક્ષેત્રમાં નબળી માંગની સંભાવના છે. સરકાર સમક્ષ વૃદ્ધિ અને રાજકોષીય મજબૂતીના સમર્થન બાબતે મોટો પડકાર રહેશે.