- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : સીએનબીસી – આવાઝનાં માર્કેટ એડિટર, પ્રદિપ પંડ્યાએ જીઆઈસીને રૂ.265ના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ આપી છે. પ્રદિપ પંડ્યાએ કહ્યુ કે, કંપની રિઈન્શ્યોરન્સના વ્યવસાયમાં છે અને વોરન બુફેના પોર્ટફોલિયોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે.
સરકારી કંપનીઓ હાલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવા પ્લેયર પાસેથી પોતાના માર્કેટ શેર પાછા લીધા છે. જેનો ફાયદો પણ જીઆઈસીને મળતો લાગે છે. લગભગ બધી કંપની તેની પાસે જઈને રિઈન્શ્યોરન્સ કરાવે છે. એટલે જીઆઈસીમા આ સ્તરે ખરીદી કરવી જોઈએ.
પંડ્યાએ જણાવ્યુ કે, જીઆઈસીનું ટર્નઓવર બે વર્ષમાં 2.5 ગણુ થયુ છે. ડિવિડન્ડની યીલ્ડ ત્રણ ટકા રહી છે. આ એવી સરકારી કંપની છે જે સતત ડિવિડન્ડ આપી રહી છે. તેથી આ શેરમા આગામી સમય વધુ તેજી જોવા મળી શકે છે. બજારના નિષ્ણાત રાજેશ સાતપુતે અને આશિષ ચતુરમોહતાએ પણ જીઆઈસીને ખરીદવાની સલાહ આપી હતી.