- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નિફ્ટીમાં નજીકના ગાળામાં જંગી વેચવાલી થવાની છે જેની સાથે પ્રાઈસની રીતે નજીવો કોન્સોલિડેશન રહેવાનો છે.
બેન્ક નિફ્ટી સંઘર્ષ પછી વૃદ્ધિમાં છે જ્યારે ૩૦૩૪૬ની સપાટી તોડયા પછી વેચવાલી જોવા મળશે.
એનએસઈ કેસ સેગ્મેન્ટમાં ભારતીય ઈક્વિટીની માર્કેટ બ્રેથ પોઝિટિવ છે.
બજારના સુત્રો અનુસાર, ભારતીય ઈક્વિટી સામાન્ય કરતા નીચે ટ્રેડ થવાની છે.
એફઆઈઆઈએ સતત આઠમાં દિવસે વેચવાલી કરી છે જ્યારે ડીઆઈઆઈ નેટ બાયર્સની ભુમિકામાં યથાવત્ છે.
માર્કેટ ઈનસાઈડરના મુજબ, વૈશ્વિક ઈક્વિટી પોઝિટિવ રહેશે.
કુલ વૈશ્વિક ઈક્વિડીની પાંચ ટકા ઈક્વિટી હાલ એક વર્ષની ઊંચી સપાટીએ બોલાઈ રહી છે જ્યારે એક ટકા ઈક્વિટી એક વર્ષને તળિયે ક્વોટ થઈ રહી છે.
કરન્સી
ડોલર ઈન્ડેક્સ ઘટીને ૯૬.૭૭ના આંકડે પહોંચશે એવા સંકેત મળી રહ્યા છે.
ડોલર સામે રૃપિયોમાં ટુંકા ગાળાની સંકળી વધઘટ જોવા મળશે.
બોન્ડ
યુએસ ગવર્મેન્ટના ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ર.૧રથી વધીને ર.૧૩ ક્વોટ થઈ રહી છે જો કે, ર.૧૭થી ર.૧૯ની રેન્જમાં પહોંચી શકે છે.
ભારત સરકારના ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ઓસિલેટરને લીધે સેલ મોડમાં રહેશે.
કોમોડિટી
વૈશ્વિક સોનું નજીકના ગાળામાં કોન્સોલિડેશન રહેશે, ૧૩૮૧ની પ્રતિકારાત્મક સપાટી રહેવાની છે.