- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : કોર્પોરેટ્સ માટે ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેંબર અને નોકરિયાતો માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 જાહેર કરાઇ છે પરંતુ આ મુદત લંબાઇ જાય એવી શક્યતા નકારી કઢાતી નથી.
દેશભરના ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકારને એવો પત્ર લખવામાં આવ્યો હતો કે અમને હજુ વધુ મુદતની જરૂર છે. આ પત્ર સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા પણ આવા જ મતલબની અપીલ કરવામાં આવી હતી. તેમની સાથે વકીલો અને ટેક્સ એડવાઇઝર્સ પણ સહમત થયા હતા. આ પત્રની નકલ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને બોર્ડ (સીબીડીટી)ને પણ મોકલવામાં આવ્યો હતો.
સરકારે પોતે યુટીલીટીમાં ડિસેંબર સુધી વિવિધ સુધારા કર્યા હતા એ તરફ આ પત્રમાં ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. સરકારે પોતે યુટીલીટીમાં હજુ હમણાં સુધી સુધારા કર્યા હોય તો ડિેસેંબરની 31મી સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ કેવી રીતે ફાઇલ કરી શકાય એવી દલીલ પણ કરવામાં આવી હતી. સાથોસાથ કોરોનાના પગલે ત્રણ માસ લૉકડાઉન રહ્યો હોવાથી કેટલાક ઓડિટ થયાં નથી માટે વધુ સમય આપવામાં આવે એવી વિનંતી આ પત્રમાં કરાઇ હતી.
Due Dates :
31st December 2020 for filing TAR
31st December 2020 for Filing ITR for Non-Audit cases.
31st January 2020 for Filing ITR for Audit cases.