- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદ : પંચોતેર વર્ષથી મોટી વયના નાગરિકોને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ આપતી બજેટની જાહેરાતના અનુસંધાનમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ફોર્મ જાહેર કર્યું છે. આ ફોર્મ ભરી દેનાર સિનિયર સિટિઝન એટલે કે 75 વર્ષથી મોટી વયના નાગરિકોએ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે જ નહિ. 75 વર્ષ કે તેનાથી મોટી વયના સિનિયર સિટીઝનને માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
નાણાંકીય વર્ષ 2021-22ના સંદર્ભમાં આ છૂટછાટ આપવામાં આવી છે. માત્ર પેન્શનની અને વ્યાજની આવક ધરાવતા સિનિયર સિટીઝન માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે 12 બીબીએ નંબરનું ફોર્મ જાહેર કર્યું છે. દરેક બૅન્કે સિનિયર સિટીઝનના આ ફોર્મ લેવા માટે અલગ કાઉન્ટર પણ કરવું તેવી સૂચના પણ આ સાથે જ આપી દેવામાં આવી છે.
હા, તેની સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જે બૅન્કમાં સિનિયર સિટિઝનનું પેન્શન એકાઉન્ટ હોય અન તેમાં જ તેનું પેન્શન જમા થતું હોય તથા ેતે જ બૅન્કમાં તેણે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી હોય તો કિસ્સામાં જ તેમને આવકવેરાનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આ માટેના નિયમો જાહેર કર્યા છે. તેના અનુસંધાનમાંડિક્લેરેશન ફોર્મ ફાઈલ કરવા જણાવવામાં આવ્યું છે.
આ ફોર્મ ભરીને નિર્ધારિત કરી આપવામાં આવેલી બૅન્કોમાં જ રજૂ કરવાનુ ંરહેશે. આ બૅન્કો પેન્શન પર ટેક્સ ભરવાનો થતો હશે તો તે ડિડક્ટ કરી લેશે. તેમ જ સરકારના કોઈ વિભાગમાં મુદતી થાપણો મૂકવામાં આવી હશે તો તે મુદતી થાપણ પર મળતા વ્યાજની આવકમાંથી પણ ટેક્સ કાપવાનો થતો હશે તો કાપી લેશે.
આામ તો આવકવેરાનું રિટર્ન ફાઈલ ન કરનારાઓને રૂા. 10,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમ જ રિટર્ન ફાઈલ ન કરનારાઓના કિસ્સામાં ટીડીએસના દર પણ 20 ટકા સુધી ઊંચા રાખવામાં આવેલા છે.
આવકવેરાના કાયદા હેઠળ નિર્ધારિત કરી આપેલી વેરા મુક્ત આવકથી વધુ આવક ધરાવતા દરેક કરદાતાઓ માટે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 60 વર્ષની ઉંમરના સિનિયર સિટીઝન અને 80 વર્ષથી મોટી વયના સુપર સિનિયર સિટિઝન માટે વેરા મુક્ત ટેક્સની મર્યાદા અલગ અલગ છે.