- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ આયકર વિભાગના નવા ITR ફોર્મ્સમાં ગયા વર્ષની સરખામણીએ વધુ તેમજ વિસ્તૃત માહિતી માંગવામાં આવી છે એટલે કે ભાડૂઆતના PAN નંબર પણ આ રીટર્નમાં દર્શાવવાનો રહેશે. તેમાં અનલિસ્ટેડ શેયર્સના હોલ્ડિંગ અંગે પણ ઘોષણા કરવાની રહેશે. ITR-1 ફોર્મ ફક્ત એ જ નાગરિકો પર લાગૂ થશે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની છે. કોઈ કંપનીના ડાયરેક્ટર હોય અથવા તો અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર વ્યક્તિ આઈટીઆર ફોર્મનો ઉપયોગ કરી શકશે નહિ. ચાલુ નાણાંકિય વર્ષમાં બીજા સ્ત્રોતથી થતી આવક વિશે પણ તમારે વિસ્તૃત માહિતી આપવી પડશે.
આ પહેલા ITR ફોર્મમાં ફક્ત બીજા સોર્સિસથી થતી કુલ આવકની રકમ અંગે જ માહિતી આપવી પડતી હતી. સામાન્ય રીતે બીજા સોર્સિસથી થતી આવકમાં બેંક એકાઉંટથી મળતું વ્યાજ, ફિકસ્ડ ડિપોઝિટ વગેરે રહેતા હતા. તમારે કંપનીથી મળેલ સુવિધાઓ અંગે પણ વધારાની માહિતી આપવી પડશે. જો તમારે કોઈ એવા એલાઉંસ જેવા કે હાઉસ રેંટ એટલે મકાનનું ભાડું મળતું હોય જેનાથી ટેક્સમાં થોડી અથવા તો વધુ છૂટછાટ મળતી હોય, તેની માહિતી પણ આઈટીઆર-1ને આપવી પડશે. સ્ટૈંડર્ડ ડિડકશનના વિકલ્પ સાથે ફોર્મને બનાવવામાં આવેલ છે. રિટર્ન ફાઈલ કરતી વખતે નાણાંકીય વર્ષ 2018-19માં તમે સ્ટૈંડર્ડ ડિડકશન માટે મહત્તમ 40,000 રૂપિયાનો દાવો કરી શકો છો.
આઈટીઆર ફોર્મ-2 એવા લોકો તેમજ અવિભાજિત હિંદુ પરિવાર માટે છે જેઓને કોઈ કારોબાર અથવા તો નોકરીમાંથી કોઈ લાભ થતો નથી. તેમાં તેઓએ પોતાના રહેણાંકવાસ સાથે સંકળાયેલ બાબતોની માહિતી આપવી પડશે. જો તમારી પાસે કોઈ કંપનીના શેર હોય તો તેમાં કંપની, પાન કાર્ડ, શેરોની સંખ્યા અને તમારા દ્વારા ખરીદેલ અથવા તો વેચાણ કરેલ શેયર્સ અંગેની જાણકારી આઈટીઆર-2 હેઠળ આપવી પડશે. પેપર ફાઈલિંગની સુવિધા હવે ફક્ત 80 વર્ષથી ઉપરના અથવા તો આઈટીઆર-1 કે આઈટીઆર-4 ફાઈલ કરેલ લોકો માટે જ રાખવામાં આવી છે. બાકીનાએ ઇલેક્ટ્રોનિક ફાઈલિંગ જ કરવી પડશે.