- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હીઃ એમ્પ્લોયર્સ જલદી કોઇ કાયદા અંતર્ગત પોતાના એમ્પ્લોઇઝને આપતા ફૂડ, ટ્રાન્સપોર્ટ અને ઇન્શ્યોરન્સ જેવી સુવિધા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં સક્ષમ થઇ જશે. જીએસટી એક્ટમાં પ્રસ્તાવિત સંશોધનો પર સંસદ અને રાજ્યની વિધાનસભાઓની મંજૂરી મળ્યા બાદ આમ થવું સંભવ છે.
સરકારે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) કાયદા-સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ઇન્ટિગ્રેટેડ જીએસટી અને કમ્પેન્સેશન ઓએફ સ્ટેટ્સ એક્ટમાં 46 સંશોધનોનો પ્રસ્તાવ કર્યો છે.
આ સંશોધન રિવર્સ ચાર્જ મિકેનિઝમ, જુદા જુદા બિઝનેસ વર્ટિકલ્સવાળી કંપનીઓ માટે અલગ-અલગ રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશનના કેન્સલેશન, નવા રિટર્ન ફાઇલિંગ નોર્મ્સ અને મલ્ટીપલ ઇનવોઇસને કવર કરનારા કન્સોલિડેટેડ ડેબિટ/ક્રેડિટ નોટ્સને ઇશ્યૂ કરવા સાથે સંબંધિત છે. સરકારે જીએસટી કાયદામાં સંશોધન માટે જાહેર ડ્રાફ્ટ પ્રપોઝલ્સ પર જુદા જુદા સ્ટેકહોલ્ડર્સ પાસેથી 15 જુલાઇ, 2018 સુધી કમેન્ટ માંગી છે.
રેવન્યૂ ડિપાર્ટમેન્ટ આ સંશોધનોને અંતિમ રૂપ આપ્યા બાદ તેને મંજૂરી માટે જીએસટી કાઉન્સિલની સામે રાખશે. ત્યાર બાદ જીએસટી કાયદામાં સંશોધન માટે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં રજૂ કરવામાં આવશે.
ડ્રાફ્ટ સંશોધનો હેઠળ એમ્પ્લોયર્સને એમ્પ્લોઇઝ માટે ફૂડ, બેવરેજીસની સપ્લાય, હેલ્થ સર્વિસિઝ, લાઇફ ઇન્શ્યોરન્સ, ટ્રાવેલ બેનિફિટ્સ, મોટર વ્હીકલ ભાડે લેવા કે હાયરિંગ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ક્લેમ કરવાની અનુમતી મળશે.
સરકારે સંશોધનોના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે કેટલાક અપવાદોને બાદ કરીએ તો ફૂડ અને બેવરેઝીસનો સપ્લાય, આઉટડોર કેટરિંગ, બ્યૂટી ટ્રીટમેન્ટ, હેલ્થ સર્વિસિઝ, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, મોટર વ્હીકલ્સ, વ્હીસલ્સ અને એરક્રાફ્ટનું રેટિંગ કે હાયરિંગ, લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ માટે આઇટીસી ઉપલબ્ધ નહીં થાય.
આ જ રીતે ક્લબ, હેલ્થ અને ફિટનેસ સેન્ટરની મેમ્બરશીપ, લીવ જેવી વેકેશન પર એમ્પ્લોઇઝને મળનારા ટ્રાવેલ બેનિફિટ્સ કે હોમ ટ્રાવેલ કન્સેશન માટે તે ઉપલબ્ધ નહીં હોય.
ડ્રાફ્ટ એમેડમેન્ટ્સમાં કહેવાયું છે કે, આવા ગુડ્સ અને સર્વિસિઝ કે બન્ને કેસેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપવામાં આવ્યો છે, જે એમ્પ્લોયર દ્ધારા પોતાના એમ્પ્લોઇઝને આવા ગુડ્સ કે સર્વિસિઝ કે બન્ને ઉપલબ્ધ કરાવવા કોઇપણ કાયદાના અંતર્ગત બંધનકારી છે.