- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : કેન્દ્રીય નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું છે. આ સિવાય જે લોકોએ હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તેમને મંત્રાલયે વહેલી તકે રિટર્ન ફાઈલ કરવાની સલાહ આપી છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ દિવસ ફાઇલ કરાયેલ આઈટીઆરની સંખ્યા 4 લાખને વટાવી ગઈ છે અને 31 ડિસેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી હોવાથી તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
ફાઈનાન્સ મિનિસ્ટરીએ કહ્યું કે આકરણી વર્ષ 2021-22 માટે અત્યાર સુધીમાં 3.03 કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે, તેમાંથી 58.98 ટકા આઈટીઆર1 (1.78 કરોડ), 8 ટકા આઈટીઆર2 (24.42 લાખ), 8.7 ટકા આઈટીઆર3 (26.58 લાખ) અને 23.12 ટકા આઈટીઆર4 (70.07 લાખ) છે. આ સિવાય 2.14 લાખ આઈટીઆર5 છે. તે જ સમયે, 91,000 આઈટીઆર6 અને 15,000 આઈટીઆર7 ફાઇલ કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે કહ્યું છે કે તમામ કરદાતાઓ તેમના ફોર્મ 26એએસ અને વાર્ષિક માહિતી સ્ટેટમેન્ટ(AIS) ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા જોઈ શકે છે.