- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ વૈશ્વિક પેમેન્ટ કંપનીઓ જેવી કે વિસા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસે હવે તેમની ભારત ખાતેની આવક પર 15 ટકા વેરો ચૂકવવો પડી શકે છે. તેઓ રિઝર્વ બેન્કનો ડેટા સ્ટોરેજ અંગેનો આદેશ માન્ય રાખીને ભારતમાં તેમના સર્વર સ્થાપે પછી આ સ્થિતિનું નિર્માણ થશે.
રિઝર્વ બેન્કે પેમેન્ટ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ 15મી ઓક્ટોબરથી અમલી બને તે રીતે તેમના બધા જ નાણાકીય વ્યવહારોનો સ્થાનિક સ્તરે સંગ્રહ રાખે. વિસા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસે જણાવ્યું હતું કે તેઓ નિયમનું પાલન કરવા માટે પગલાં લેશે.
આ કંપનીઓ હાલમાં ભારતની કર જાળની બહાર છે, કારણ કે તેઓ દેશમાં કાયમી અસ્તિત્વ ધરાવતા નથી અને તેઓ સિંગાપોર જેવા સ્થળોએથી તેમનું સંચાલન કરે છે અને તેમનો ડેટા અમેરિકા અને આયરલેન્ડ જેવા દેશોમાં સ્ટોર થાય છે. આમ પર્મેનેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ કે કારોબારનું સ્થળ તે કર વસૂલાતનો મુખ્ય આધાર છે અને તેના આધારે સંગઠને વેરો ચૂકવવાનો છે કે નહીં તે સુનિશ્ચિત થાય છે.
આમ આ કંપનીઓ ભારતમાં તેમના સર્વર તરફ વળશે તેના પછી તેને તેના કાયમી એકમ ગણવામાં આવશે અને તેના પર વેરો લાગશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભારતની વિવિધ દેશો સાથેની કરસંધિ મુજબ વેબસાઇટ કે ડેટા કે સોફ્ટવેર જે સર્વર પર સ્ટોર થતા હોય અને તેનું ફિઝિકલ લોકેશન જે સ્થળ હોય તે મુજબ વેરો નક્કી થાય છે. આ પ્રકારના સ્થળને બિઝનેસ ઓફ ધ એન્ટરપ્રાઇઝનું કાયમી સ્થળ મનાય છે. પછી તે ભલેને કંપનીની પોતાની માલિકીનું હોય, લીઝ પર લીધું હોય કે તે સર્વર દ્વારા તે ઓપરેટ કરતી હોય, એમ કર નિષ્ણાત દિલીપ લખાનીએ જણાવ્યું હતું.