- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઈ: હાલમાં સમગ્ર દેશમાં થતી એકમાત્ર ચર્ચા હોય તો તે ઇન્કમ ટેક્સ રિટર્ન્સની છે. આ વખતે આવકવેરા વિભાગે આઇટીઆર ફોર્મમાં કેટલાક ફેરફાર કર્યા છે. ટેક્સસ્પાનર ડોટકોમના સહસ્થાપક અને સીએફઓ સુધીર કૌશિકે જણાવ્યું હતું કે રિટર્ન્સના ઓટો-પ્રોસેસિંગને સુગમ બનાવવા અને સિસ્ટેમેટિક મેચિંગ દ્વારા કરચોરી પકડવા માટે તેને સર્વસામાન્ય સ્વરૂપ આપવા આ ફેરફારો કરવામાં આવ્યાછે.
આવકવેરા વિભાગે સાત પ્રકારના આઇટીઆર ફોર્મ્સ જારી કર્યા છે. ફોર્મમાં ફેરપાર કરવાના ઘણા બધા કારણ છે. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા છે કેમકે તેના લીધે નીચી આવકવાળા જૂથોને ફાયદો થાય તથા આવકવેરા ધારાની જોગવાઈ ૮૭એ હેઠળ રિબેટ મળે અને સિનિયર સિટિઝનને સેક્શન ૮૦ ટીટીબી હેઠળ વ્યાજની આવકમાં ઊંચી કપાત મળે. આ સિવાય લિસ્ટેડ ઇક્વિટી શેર પર લાંબા ગાળાના મૂડી નફા અને વિદેશી આવકની તલસ્પર્શી વિગતો જેવા ફેરપાર પણ કરવામાં આવ્યા છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
અહીં સૌથી લોકપ્રિય ફોર્મ ITR-1 અને ITR-2માં કેટલાક ફેરફારો છે જે તમારે જાણવા જરૂરી છે.
ગયા વર્ષથી વિપરીત આ વર્ષે આઇટીઆરએસ ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરવું ફરજિયાત છે. જો કે ૮૦થી વધુ વર્ષની વયના સુપર સિનિયર સિટિઝનને આમાથી મુક્તિ આપવામાં આવી છે. તમે હવે પેપર સ્વરૂપમાં રિટર્ન ફાઇલ કરી નહી શકો.
વધારે ફેરફારો આઇટીઆર ફોર્મ ટુમાં કરવામાં આવ્યા છે અને એક સૌથી મહત્વનો ફેરફાર આઇટીઆર-૧માં કરવામાં આવ્યો છે. એનએ શાહ એસોસિયેટ્સ એલએલપીના પાર્ટનર ગોપાલ બોહરાએ જણાવ્યું હતું કે, “હવે આ ફોર્મ આઇટીઆરને ઉપયોગ ૫૦ લાખ રૂપિયાથી નીચેની આવક હોય તો પણ તે અનલિસ્ટેડ કંપનીમાં ઇક્વિટી શેરમાં રોકાણ ધરાવતા હોય કે કંપનીમાં ડિરેક્ટર હોય તે ન કરી શકે. તેનું કારણ સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ)ને વધારાની વિગતો પૂરી પાડવી જરૂરી છે.
આઇટીઆર ફોર્મ-૨માં નવો ફેરફાર કંપનીનું ડિસ્ક્લોઝર છે, જેમા તમે ડિરેક્ટર છો. “અહીં કરદાતાએ કંપનીનું નામ, કંપનીનો પેન નંબર અને ડિરેક્ટરનું ઓળખપત્ર આપવું જરૂરી છે. આ સિવાય તમારે અનલિસ્ટેડ કંપનીના ઇક્વિટી શેરમાં કરેલા રોકાણને જાહેર કરવું જરૂરી છે, તેમા કંપનીનું નામ, શેરોનો પ્રારંભિક ખર્ચ, વર્ષ દરમિયાન શેરના ખરીદ-વેચાણની વિગત અને છેલ્લે શેરની સંખ્યા અને ખર્ચ દર્શાવવો જરૂરી છે,” એમ બોહરાએ જણાવ્યું હતું.
તમે જો ૨૦૧૮-૧૯માં અસ્થાયી મિલકત કે મૂડી એસેટ્સનું વેાણ કર્યુ હોય તો આઇટીઆર-૨ રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે ખરીદદારની વિગતો પૂરી પાડવી જરૂરી હોય છે. વેતનની વિગતો હવે આઇટીઆર-૧માં જાહેર કરવી સરળ છે અને તેને ફોર્મ-૧૬ સાથે સુસંગત કરી શકાય છે. યાદ રાખો કે ફોર્મ ૧૬-એ અને ૧૬-બી એમ બે ભાગ હોય છે. કરદાતા જ્યારે ફાઇલ કરે છે ત્યારે આમા ભૂલ કરે છે અને તેના લીધે પ્રારંભિક વર્ષોમાં કર જવાબારી ટાળવાનું ભૂલી જાય છે. હવે ફોર્મ-૧૬-એ અને ૧૬-બીને સ્ટાન્ડર્ડાઇઝ બનાવવામાં આવ્યા છે, એમ કૌશિકે જણાવ્યું હતું.
આઇટીઆર ફોર્મ-૨માં વ્યક્તિએ આવકવેરા ધારાની જોગવાઈ ૧૯૬૧ની સેક્શન ૬ (૧) હેઠળ વ્યક્તિનો રહેણાક દરજ્જો સુનિશ્ચિત કરવાનો હોય છે. નોન રેસિડેન્ટ વ્યક્તિઓએ તેમના રહેવાસનો દેશ દર્શાવવાનો હોય છે અને તે દેશનું કરદાતા ઓળખપત્ર દર્શાવવાનું હોય છે. ભારતીય નાગરિક કે ભારતીય મૂળની વ્યક્તિનો ભારતમાં ૨૦૧૮-૧૯માં કુલ રોકાણનો સમયગાળો અને તેના અગાઉના ચાર નાણાકીય વર્ષના રોકાણનો સમય જોવાય છે, એમ બોરાએ જણાવ્યું હતું. આ તે ચકાસવા માટે છે કે કરદાતાએ તેનો રહેણાક દરજ્જો યોગ્ય રીતે દર્શાવ્યો છે કે નહી. બીજા સ્ત્રોતોની આવક અને આઇટીઆર-૧એ તેના સ્ત્રોતની વિગતો અપડેટ કરવાની હોય છે. તેથી સંલગ્ન ફોર્મ ફાઇલ કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો.