- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી- જો તમે પગારદાર વ્યક્તિ છો તો ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની દિશામાં પહેલુ પગલું એ હોવું જોઈએ કે તમે તમારી કંપની પાસેથી ફોર્મ 16 મેળવો. ફોર્મ 16 એક TDS સર્ટીફિકેટ છે, જેમાં તમારી તમામ ટેક્સેબલ ઈન્કમ અને અલગ અલગ TDS(ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ)ની માહિતી હોય છે. કદાચ તમને કંપની દ્વારા ફોર્મ 16 નથી મળતું તો પણ તમે ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરી શકો છો. જોકે, આના માટે તમારે કેટલાક દસ્તાવેજ ભેગા કરવા પડશે, સાથે કેટલાક સ્ટેપ્સ પણ ફોલો કરવા પડશે.
જો તમારી પાસે ફોર્મ 16 ન હોય અને આઈટીઆર ફાઈલ કરવું હોય તો તમારી ટેક્સેબલ ઈન્કમ કેટલી છે અને કન્વેયન્સ એલાઉન્સ, હોટલ્સ એલાઉન્સ, એચઆરએમાં તમને કેટલા પૈસા મળી રહ્યા છે, આ બધી માહિતી માટે પે સ્લીપની જૂરૂરત રહેશે. તમારૂ ફોર્મ 26 AS જે તમારૂ ટેક્સ ક્રેડિટ સ્ટેટમેંટ છે, જે તમને એ માહિતી લેવામાં મદદ કરશે કે તમારી કંપનીએ કેટલી ટેક્સની કટોતી કરી છે. તમે કેટલું રેંટ આપ્યું છે, તમારે એ ડિટેલ્સ પણ આપવી પડશે, આ HRA છૂટ માટે જરૂરી છે.
નાણાંકીય વર્ષમાં તમને જેટલી પે સ્લીપ મળી છે, તે ભેગી કરો. આમાં તમારી નેટ સેલરીની ડિટેલ્સ પણ હશે. તેને જોડી દો.
જો નાણાકીય વર્ષ દરમ્યાન તમે નોકરી બદલી છે, તો એ સુનિસ્ચિત કરી લો કે તમારી પાસે બંને કંપનીની પે સ્લીપ હોય. આ તમામ સેલરી સ્લીપને જોડ્યા બાદ તમે તમારા બેંક ખાતામાં આવેલી રકમ સાથે વેરિફાઈ કરી શકો છો.
તમારે એ ધ્યાન રાખવાનું છે કે, તમને જે પગાર મળે છે, તે પ્રોવિડન્ટ ફંડ, પેંશન ફંડ, વ્યવસાય કર, ટીડીએસ વગેરેની કટોતી બાદ આપવામાં આવેલી રકમ છે. ટેક્સ યોગ્ય રકમનું કેલ્ક્યુલેશન કરતા સમયે કંપની દ્રારા જમા કરાવવામાં આવેલા પીએફના યોગદાનને ન માનવું જોઈએ, પરંતુ તમારા દ્વાર પીએફમાં કરવામાં આવતા યોગદાનને ટેક્સના યોગ્ય ભાગમાં જોડી શકાય છે.
અગામી ચરણમાં ટીડીએસની તપાસ થશે, જે નાણાંકીય વર્ષમાં તમારી કંપની દ્વારા કાપી નાંખવામાં આવી છે. રકમની તપાસ કરવા માટે તમારે ફોર્મ 26ASનો ઉલ્લેખ કરવો પડશે.