- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
tax-savings
|
December 11, 2020, 5:45 PM

vyaaapaarsamachar.com
નવી દિલ્હી : ઈનકમટેક્સ વિભાગે એક એપ્રિલથી 8 ડિસેમ્બર દરમિયાન 89.20 લાખથી વધુ કરદાતાઓે 1.45 લાખ કરોડનુ ટેક્સ રિફન્ડ આપ્યુ છે.
નાણા મંત્રાલયે આ જાણકારી આપી છે.નિયમ પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા એ ટેક્સ પેયરને રિફંડ આપવામાં આવતુ હોય છે જેમણે રિટર્ન ફાઈલ કર્યુ હોય છે અને આઈટી વિભાગ દ્વારા ટેક્સની ચકાસણી કર્યા બાદ જો કોઈ રિફંડ આપવાનુ થતુ હોય તો તે કરદાતાના એકાઉન્ટમાં જમા કરાવે છે.
ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા કરદાદાઓ incomtaxindiaefiling.gov.in/home પર જઈને રિટર્ન મળ્યુ છે કે નહીં તેની ચકાસણી કરી શકે છે.વેબસાઈટ પર લોગ ઈન કરવા માટે કરદાતાઓએ પોતાના પે નંબર, ઈ ફાઈલિંગ પાસવર્ડ નાંખવો પડશે.
એ પછી તેઓ આ બાબતની જાણકારી મેળી શકશે.જો ટેક્સ રિફંડ ફેલ થશે તો આ બાબતની જાણકારી સ્ક્રીન પર આવશે અને કારણ દર્શાવાશે કે રિટર્ન કેમ ફેલ ગયુ છે.
Read More:
IT Refund
Income Tax Return
IT Return Filling
CBDT
Finance Ministry
Tax Payers
PAN Number
CBIC
Web Title: Income Tax department refunds worth Rs 1.45 lakh crore issued to 89 lakh taxpayers
Latest