- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ રિટર્ન, એટલે કે ITR રિટર્ન ભરવા માટે હવે કેટલાક દિવસો બાકી છે. નાણાંકિય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારિખ 31 જુલાઈ છે. સમયસર ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સૌથી વધુ લાભ એ છે કે અંતિમ દિવસોમાં ઉતાવળથી રિટર્ન ફાઈલ કરવામાં સમય લાગતા ગરબડ થવાની સંભાવના વધી જાય છે આથી સમયસર રિટર્ન ભરતા કોઈપણ પ્રકારની ગરબડ કે ગેરરિતીથી બચી શકાય છે. જો કે એ જરૂરી છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પહેલેથી જ તમામ લોકોન મેલ મોકલી અલર્ટ કરી રહ્યું હોય.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR રિટર્ન ભર્યા બાદ તેને વેરિફાઈ કરવા બાબતે તમામ લોકોને અલર્ટ કર્યા છે કેમકે વેરિફેકશન કર્યા વગર ITR રીટર્ન દાખલ કરવાની પ્રક્રિયા અધૂરી ગણાશે. વેરિફિકેશન બાદ જ આવકવેરા વિભાગ તમારા આઈટીઆરને પ્રોસેસ કરશે જો કોઈ વ્યક્તિને 31 જુલાઈ 2019 સુધી આઈટીઆર ફાઈલ કર્યું હોય પરંતુ આગળના 120 દિવસમાં તેનું વેરિફિકેશન નહિ કરો તો આવકવેરા વિભાગ એમ માનશે કે તમે આઈટીઆર ફાઈલ જ કર્યું નથી. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તમને નોટિસ પાઠવી શકે છે.
ITR નું વેરિફિકેશન બાબતે ટેક્સ એક્સપર્ટ બતાવે છે કે જો તમે નિશ્ચિત સમયસીમા સુધી વેરિફિકેશન નહી કર્યું હોય તો તમને આવક રિફંડ નહિ મળે. તમે 120 દિવસો સુધીમાં વેરિફિકેશન ના કરો તો અધિકારી પાસે એ અધિકાર છે કે તે કહી શકે કે તમે ITR ફાઈલ કર્યું નથી. તમે બેંક એકાઉન્ટના માધ્યમથી, નેટ બેકિંગ દ્વારા તેમજ ઓટીપી દ્વારા ITRનું વેરિફીકેશન કરી શકો છો. આ માટે સૌથી જરૂરી એ છે કે તમે રિર્ટન માટે જે મોબાઈલ નંબર તેમજ ઇમેઇલનો ઉપયોગ કર્યો હોય તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ ના કરો.