- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની આજે છેલ્લી તક છે. આવકવેરા વિભાગે 2020-21 માટે ITR ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. સમયસર ITR ફાઈલ કરવાથી દંડથી બચાય છે તેમજ અન્ય ઘણા ફાયદાઓ પણ થાય છે. જો તમે નિર્ધારિત તારીખમાં ITR ફાઈલ નહીં કરો તો તમારે 10,000 રૂપિયા સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે. સમયસર ITR ફાઇલ કરીને આ દંડ ટાળી શકાય છે.
સમયસર ITR ફાઇલ ન કરવા બદલ તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. નોટિસની મુશ્કેલીઓ ટાળવા માટે સમયસર ITR સબમિટ કરવું ફાયદાકારક છે.આવકવેરાના નિયમો મુજબ, જો તમે નિયત તારીખ પહેલાં ITR ફાઇલ કરો છો, તો તમે પછીના નાણાકીય વર્ષમાં તમારા નુકશાનને કેરી ફોરવર્ડ કરી શકો છો.એટલે કે, આગામી નાણાકીય વર્ષોમાં તમે તમારી આવક પર ટેક્સની જવાબદારી ઘટાડી શકો છો.
હવે તમે ઓનલાઇન રિટર્ન પણ ફાઈલ કરી શકો છો. આ માટે આવકવેરા વિભાગની સત્તાવાર સાઇટ https://eportal.incometax.gov.in/iec/foservices/#/login પર લઈને ફોર્મ ભરી શકાય છે. લોગ ઈન થયા પછી ઈ ફાઇલિંગ પર ક્લિક કરવાથી ઇન્કમ ટેક્સ રિટર્ન વિકલ્પ મળશે જ્યાંથી ITR ભરી શકાશે.