- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કરદાતાઓને ઇન્કમટેક્સ રિટર્ન મામલે રાહત આપતો નિર્ણય આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21નું IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના લંબાવીને 31, ડિસેમ્બર 2021 કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (સીબીડીટી)એ કરદાતાઓને IT રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહે તે માટે ડેડલાઇન લંબાવી છે, આ નિર્ણય એવા વ્યક્તિગતને લાગુ પડશે જેમના IT રિટર્નને ઓડિટ કરવાની જરૂર હોતી નથી અને જેઓ સામાન્ય રીતે ITR-1 અથવા ITR-4 ફોર્મનો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે.
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, એસેસમેન્ટ વર્ષ 2021-2022ની માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લે તારીખ જે પહેલા 31 જુલાઇ હતી, તેને લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી, હવે તેને ફરી વાર લંબાવીને 31 ડિસેમ્બર, 2021 કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે કહ્યુ કે, નવુ ટેક્સ પોર્ટલ લોંચ કરવામાં આવ્યુ છે અને તેમાં સતત પરેશાનીઓ આવી રહી છે જેના લીધે કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ ફાઇલિંગની કામગીરી પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ચાલુ વર્ષે સરકારે બીજી વખત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન લંબાવી છે.
અન્ય ડેડલાઇન પણ લંબાવી
ઇન્કમ ટેક્સ એક્ટના સેશન 10(23C), 12A કે 80G હેઠળ ફોર્મ સંખ્યા 10ABમાં રજિસ્ટ્રેશન અથવા મંજૂરી માટે 31 માર્ચ સુધી ફાઇલ કરી શકાય છે. જેની અગાઉ ડેડલાઇન 28 ફેબ્રુઆરી 2022 હતી.
નાણાંકીય વર્ષ 2020-21ની માટે ફોર્મ નંબર 1માં ઇક્વલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ (Equalisation Levy Statement) ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે જેની ડેડલાઇન અગાઉ 31 ઓગસ્ટ 2021 હતી.