- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી : ઘણાં લોકોને કર (ટેક્સ) વ્યવહારોને હેન્ડલ કરવું મુશ્કેલ થઇ જાય છે અને અંતે તેઓને નિષ્ણાતો અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાસેથી મદદ મેળવવી પડે છે. જો કે, કર છૂટ, કર કપાત અને કર રીબેટ્સ જેવી માહિતી રાખવી અત્યંત અગત્યની છે. આ ત્રણ એકબીજાથી અલગ હોય છે. જાણો તેના વિશે.
ટેક્સ છૂટ
ટેક્સ છૂટનો અર્થ છે કે ખર્ચ, આવક અથવા રોકાણો કે જેના પર ટેક્સ વસૂલવામાં આવતો નથી. આ તમારી કુલ કરપાત્ર આવક ઘટાડે છે. જેમ કે તમે એક વર્ષમાં 6 લાખ રૂપિયાની કમાણી કરો છો અને રૂ. 1 લાખનું રોકાણ કરો છો, તો તમારે ફક્ત રૂ. 5 લાખનો કર ચૂકવવો પડશે.
'છૂટ' યોગ્ય દરેક આવક અને રોકાણ અંગે કર્મચારીની તરફથી કંપનીને જણાવવી ફરજિયાત છે. આ પછી, કંપની સ્લેબના આધારે બાકીના સ્લેબ પર કર ઘટાડે છે. ઉદાહરણ તરીકે, એચઆરએ ચોક્કસ નિયમો હેઠળ કર મુક્તિના અધિકાર હેઠળ આવે છે. જો કે, કર છૂટ, કર કપાત અને કર રીબેટ્સ જેવી માહિતી રાખવી અત્યંત અગત્યની છે. આ ત્રણ એકબીજાથી અલગ હોય છે. તેના વિષે માહિતી હોવાથી તમે ટેક્સ ચુકવવામાં છૂટ મેળવી શકો છો. જેનો ઉપયોગ કરી ઓછો ટેક્સ ચૂકવવાનો રહેશે.
ટેક્સ કપાત
કરદાતાની કુલ આવકમાં ઘટાડો કરીને ટેક્સપાત્ર આવકનો ઘટાડો કરવામાં આવે છે. તેનું લક્ષ્ય કરપાત્ર આવક ઘટાડવાનું છે. તેમાં તબીબી, પરિવહન, ટ્યુશન વગેરેનો સમાવેશ થાય છે. કરદાતાને કેટલી ચુકવણી કરવી પડશે, તે વ્યક્તિની બાકી કરપાત્ર આવકના આધારે ચૂકવવામાં આવે છે.
ટેક્સ રિબેટ
ટેક્સ રિબેટ (કર વળતર) તે રકમ છે જેના પર કરદાતાને કર ચૂકવવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે, સેક્શન 87એ હેઠળ મળેલ વળતર તદનુસાર, જો તમારી વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમે રૂ. 2,500 સુધીના વળતરનો દાવો કરી શકો છો. તમારે કપાત અને કપાત બાદ બચાવવામાં આવેલી આવક પર ટેક્સ ચૂકવવાનો રહેશે. કરની ગણતરી કર્યા પછી, રીબેટે તમને આવકવેરાના જથ્થા પર રાહત આપે છે.